રિલાયન્સ પંપ નજીક ડિવાઇડર સાથે અથડાતા એક્ટિવા સવાર મહિલાનું કરૂણ મોત ડભોઇ તાલુકાના ફરતીકુઈ માર્ગ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર સવાર એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતક મહિલા વડોદરાથી શિનોર તરફ ઓડિટના કામ અર્થે જઈ રહ્યા હતા.વડોદરાથી શિનોર જતી વેળા કાળ ને ભેટ્યા હતા .પ્રાપ્ત વિગતો અનુસાર, મોત પામનાર મહિલાની ઓળખ ગિરનારીબેન યોગેશભાઈ પટેલ ઉંમર 44 વર્ષ . તેઓ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. આજે તેઓ પોતાના એક્ટિવા પર વડોદરાથી ડભોઇ થઈને શિનોર ખાતે ઓડિટની કામગીરી માટે જઈ રહ્યા હતા.ડભોઇ-ફરતીકુઈ માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપની નજીક જ્યારે તેમનું એક્ટિવા પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ કારણોસર એક્ટિવા ચાલક મહિલાએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાબૂ ગુમાવતા તેમનું એક્ટિવા રોડની વચ્ચે આવેલા સિમેન્ટના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું.

ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત આ ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક ગિરનારીબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ડિવાઇડર સાથેના ભીષણ ટકરાવ બાદ મહિલા રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે માર્ગ પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અને સ્થાનિક લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ, તપાસ હાથ ધરી દુર્ઘટનાની જાણ થતાં જ ડભોઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લીધો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે આ અકસ્માત અંગે પંચનામું કર્યું હતું અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના અકસ્માતના સમાચાર તેમના પરિવારજનોને આપવામાં આવતા, પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પોલીસ સૂત્રો: “એક્ટિવા ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો છે. મહિલા ફાઇનાન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા અને ઓડિટ માટે જઈ રહ્યા હતા તે સમયે થયો તો અકસ્માત.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

