VADODARA : ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે દેશ-વિદેશના પક્ષીઓનો મેળો

0
53
meetarticle

ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે દેશ-વિદેશના પક્ષીઓ ધીરે ધીરે આવવા લાગ્યા છે શિયાળાની શરૂઆત થતાં જ પક્ષીઓ આવા લાગ્યા છે ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે શિયાળાની શરૂઆત થતા જ દેશ-વિદેશના યાયાવર પક્ષીઓનો મેળો જામી રહ્યો છે. આ તળાવ ડભોઇ તાલુકાના વઢવાણા ગામે આવેલું છે

અને તે પક્ષી અભયારણ્ય તેમજ રામસર સ્થળ તરીકે જાણીતું છે, જે ગુજરાતમાં નળ સરોવર પછીનું બીજું મહત્વનું સ્થળ છે યાયાવર પક્ષીઓનું આગમન શિયાળાની ઋતુનું આગમન થતાં જ, દૂર દેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આ પક્ષીઓ વઢવાણા તળાવને પોતાનું મહેમાનગતિનું સ્થળ બનાવે છે.ક્યાંથી આવે છે

ઈન્ડોનેશિયા, લદાખ, હિમાલય, ચીન, મલેશિયા અને અન્ય ઠંડા પ્રદેશોમાંથી આ પક્ષીઓ ગરમી અને ખોરાકની શોધમાં અહીં આવે છે.પક્ષીઓની જાતો: અહીં 80 થી વધુ જાતના પક્ષીઓ જોવા મળે છે, જેમાં મુખ્યત્વે:રાજહંસ ગાજહંસ ભગવી સુરખાબ
​નોર્ધન પિંટેલ (સિંગપર) કોમન ટીલ
​કોમન પોચાર્ડ લાલ ચાંચ કારચિયા
​રાખોડી કારચિયા કાબરી કારચિયા
​બતકની વિવિધ પ્રજાતિઓ, ચકલીઓ, પોપટ, કાબર, પિતાશણ, બુરખાબ વગેરેનો સમાવેશ થાય છે. કુદરતી સૌંદર્ય અને વાતાવરણ
​આ પક્ષીઓના આગમનથી વઢવાણા તળાવનું સૌંદર્ય અનેરું બની જાય છે.સવાર-સાંજનો કલરવ: વહેલી સવારે અને સૂર્યાસ્તના સમયે હજારો પક્ષીઓના ઘોંઘાટ અને કિલકિલાટથી આખુંય વાતાવરણ જીવંત અને ખીલી ઉઠે છે.


​પ્રેમનો સંદેશ:

કહેવાય છે કે પક્ષીઓને કોઈ સરહદ કે સીમા નડતી નથી, અને તેઓ પ્રેમનો સંદેશો લઈને વઢવાણાની ભૂમિ પર આવે છે.
​વઢવાણા તળાવ માત્ર ડભોઇ જ નહીં, પણ મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાત માટે એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે ઓળખાય છે.
​પર્યટકોનો ધસારો:

મોટી સંખ્યામાં જોવા મળે છે અને આ અદભૂત પક્ષીઓને નજીકથી જોવાનો લહાવો લે છે.ઐતિહાસિક મહત્વ: આ તળાવ આશરે ૧૦૦ વર્ષ પહેલા વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા સિંચાઈના હેતુથી બનાવવામાં આવ્યું હતું, જે આજે એક આંતરરાષ્ટ્રીય સ્તરનું રામસર સ્થળ બની ગયું છે.
​વઢવાણા તળાવ એ શિયાળા દરમિયાન પ્રકૃતિપ્રેમીઓ અને પક્ષી નિરીક્ષકો માટે સ્વર્ગ સમાન છે, જ્યાં દર વર્ષે હજારોની સંખ્યામાં પક્ષીઓ વિહાર કરવા આવે છે.

REPOTER: ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here