VADODARA : ડભોઇ તાલુકાના વઢવાણા તળાવ ખાતે વિદેશી પક્ષી મહેમાન બન્યા

0
31
meetarticle

ડભોઇ તાલુકાના વઢવાણા સિંચાઇ તળાવ અને વેટલેન્ટ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. સૂર્યાસ્ત સુધીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ ૨૦૨૬ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ ૨૦૨૫ના આ સમયે પક્ષીઓની હાજરી વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યકત કર્યો હતો.

પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયાનું પ્રાથમિક અવલોકન વઢવાણા-વેટલેન્ડ એરિયામાં જળસ્તર વધુ ઠંડી ઓછી હોવાથી પક્ષીઓની સંખ્યા ઘટી જાન્યુઆરીના છેલ્લાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ફરી ગણતરી કરવામાં આવશે ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ અને વેટલેન્ડ એરિયામાં શુક્રવારે સવાર થી પક્ષીઓની હાથ ધરાયેલી ગણતરીમાં ગણતરીકારોના પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો હોવાનો મત તેમને વ્યકત કર્યો હતો. જોકે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ એક વાર પક્ષીઓની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ આ વર્ષે શિયાળામાં યાયાવર પક્ષીઓ વઢવાણા તળાવ પર કેટલા આવ્યા તેની જાહેરાત રાજય વન વિભાગ દ્વારા કરવામાં આવશે.ડભોઈ તાલુકાના વઢવાણા સિંચાઈ તળાવ અને વેટલેન્ટ એરિયામાં શુક્રવારે સવારથી પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. સૂર્યાસ્ત સુધીને પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. પક્ષી ગણતરી માટે તળાવ અને વેટલેન્ડ એરિયાને ૭ વિભાગમાં વહેંચી દેવામાં આવ્યુ હતુ. કન્ઝરવેટર ઓફ ફોરેસ્ટ અંશુમાન શર્મા એસીએઠ નિધી દવે ગત વર્ષે 55000 વિદેશી પક્ષીઓ આવ્યા હતા, આ વર્ષે સંખ્યા ઘટી શકે છેજાન્યુઆરી તા.૨જીના રોજ પક્ષીઓની કરેલી ગણતરીમાં ગત વર્ષની સંખ્યામાં પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે. ગણતરી શરૂ કરતા અગાઉ આ વર્ષે ૬૫૦૦૦ પક્ષીઓ નોંધાશે તેવો અંદાજ હતો પરંતુ શુક્રવારે થયેલી ગણતરીમાં ગત વર્ષે નોંધાયેલા ૫૫૦૦૦ની સંખ્યા કરતા પણ પક્ષીઓની સંખ્યા ઘટી શકે છે તેવો મત વ્યકત કર્યો હતો.


સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વન વિભાગના કર્મચારીઓ ઉપરાંત વડોદરા અમદાવાદના પક્ષીવિદો સહિતના ૧૦૦ થી વધુ વ્યકિતઓ જોડાયા હતા.પક્ષીઓની ગણતરીકારોએ વર્ષ ૨૦૨૬ના જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ અને વર્ષ ૨૦૨૫ના આ સમયે પક્ષીઓની હાજીર વચ્ચે મોટો તફાવત હોવાનો મત વ્યકત કર્યો હતો. આ વર્ષે આ સમયે પક્ષીઓની સંખ્યા ખુબજ ઓછી હોવાનુ જણાયુ ગણતરીકારોને લાગ્યુ હતુ. આ પાછળ વઢવાણા સિંચાઈ તળાવમાં પાણીનું સ્તર વધુ હોવાથી પક્ષીઓ અહીં ઓછા દેખાયા છે. જયારે આસપાસના
વેટલેન્ટ એરિયા (કાદળવાળો એરિયા) માં પણ પાણીના સ્તરના લીધે પક્ષીઓ ઓછા દેખાયા હતા. આ ઉપરાંત ઠંડીનું પ્રમાણ પણ ખાસ નોંધાયુ નથી. આ સહિતના કારણોના લીધે પક્ષીઓ ઓછા પ્રમાણમાં નોંધાયા હતા.
વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં એક વાર પક્ષીઓની ગણતરી કરવામાં આવી હતી. જયારે હવે જાન્યુઆરીની ૨જી તારીખે પક્ષીઓની ગણતરી કરવામા આવી છે. જયારે ત્રીજી વાર પક્ષીઓની ગણતરી જાન્યુઆરીના અંતમાં કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે. આ માટેની તારીખ હવે પછીજાહેર કરવામાં આવશે તેવુ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here