કોગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું કરાયું ભવ્ય સ્વાગત કરજણ,શિનોર બાદ ડભોઇ ખાતે પોહચી યાત્રા મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ રહ્યા હાજર
અમિત ચાવડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર ડભોઈના ચીફ ઓફીસર પર પણ અમિત ચાવડાએ કર્યા પ્રહાર ચીફ ઓફિસર અને સત્તાધીશો ચલાવી રહ્યા છે મન માની અમિત ચાવડા ડભોઇમાં ચાલતા વિકાસના કામો ભ્રષ્ટાચાર સાબિત થઈ ચૂક્યો છે: અમિત ચાવડાઆટલો બધો ભ્રષ્ટાચાર છતાં પગલાં લેવાતા નથી: અમિત ચાવડા ગુજરાતમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગામે ગામ ચાલતા દારૂના ધંધાને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે સાતમા દિવસે વડોદરા ના ગ્રામ્ય વિસ્તારોમાં જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી ત્યારે ડભોઇ તાલુકાના સાઠોદ ગામે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા નું કોંગ્રેસી કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત પ્રમુખ અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી સાથે સાથે ડભોઇ નગરમાં ચાલતા વિકાસના કામોના ભ્રષ્ટાચારોને લઈને ડભોઇ નગરપાલિકાના પર આક્ષેપ કર્યા હતા સાથે સાથે વિકાસના કામોમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું તેમ જ ભ્રષ્ટાચાર પુરૂવાર થઈ ગયો છે છતાં પણ કોઈપણ પગલાં લેવાતા નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડભોઇ તાલુકા પ્રમુખ સુધીરભાઈ બારોટ ડભોઇ શહેર પ્રમુખ સતીશ રાવલ ગોપાલભાઈ જીનવાલા મુસ્તુફા ભાઈ ખલીફા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

