ડભોઇ તાલુકાના 40 જેટલા માંઈ ભક્તો તીર્થક્ષેત્ર ચાંદોદ થી અંબાજી ધામ જવા રવાના થયા શક્તિપીઠ અંબાજી ધામમાં બિરાજમાન અંબે મૈયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રદ્ધાવાન ભક્તજનો પ્રતિવર્ષ 52 ગજની ધજા સાથે પદયાત્રા સંઘ લઈ માતાજીના દર્શનાર્થે જાય છે ત્યારે પદયાત્રાના 20 માં વર્ષના મંગલ પ્રવેશ સાથે 40 જેટલા માંઈ ભક્તોએ આજરોજ પગપાળા ચાંદોદ થી અંબાજી ધામ જવા 52 ગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં સામૂહિક આરતી અને મલ્હારરાવ ઘાટ ખાતે નર્મદાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભા યાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા

શોભાયાત્રામાં “બોલ મારી અંબે જય જય અંબે” નો ગુંજારવ સાથે રાસ ગરબા અને ભક્તિ ધુનો ની રમઝટ માં સૌ કોઈ ભક્તિ ભાવપૂર્વક ઝૂમતા નજરે પડ્યા હતા
પદયાત્રીઓ ડાકોર-ખેડબ્રહ્મા થઈ ગબ્બર ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દસમા દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી મંદિરના ગુંબજે 52 ગજની ધજા ચડાવી ધન્યતા અનુભવશે..
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

