ડભોઇ તાલુકામાં ‘સફેદ રેતી’નો કાળો કારોબાર ઝડપાયો: ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે ડભોઇ તાલુકાના કરનાળી નજીક ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન પર મોડી રાત્રે ખાણ-ખનીજ વિભાગના દરોડા ડભોઇ તાલુકામાં આવેલ કરનાળી નજીક પીપળીયા ગામે ઓરસંગ નદીના પટમાંથી લાંબા સમયથી ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ મોડી રાત્રે અચાનક દરોડા પાડતા રેતી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આશરે ₹1 કરોડથી વધુ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઓરસંગ નદીમાંથી ચાલતું હતું ગેરકાયદેસર ખનન ડભોઇ તાલુકાના કરનાળી નજીક પીપળીયા ગામ પાસે આવેલી પવિત્ર ઓરસંગ નદીના પટમાં રેતી માફિયાઓ દ્વારા દિવસ-રાત ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ માફિયાઓ દ્વારા નાના-મોટા વાહનોનો ઉપયોગ કરીને રેતીનું વહન કરવામાં આવતું હતું, જેના કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થતું હતું અને પર્યાવરણને ગંભીર અસર પહોંચતી હતી.

મોડી રાત્રે રેડ: 3 ડમ્પર અને 1 હિટાચી મશીન કબ્જે ફરિયાદોના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે ગઈકાલે મોડી રાત્રે આ વિસ્તારમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સ્થળ પરથી રેતી ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા નીચે મુજબના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા ત્રણ ડમ્પર ટ્રક એક હિટાચી મશીન
સૂત્રોના જણાવ્યા અનુસાર, કબ્જે કરાયેલા વાહનો અને મશીનરીની બજાર કિંમત અંદાજે ₹1 કરોડથી વધુ થવા જાય છે.રેમાફિયાઓમાં ફફડાટ લાંબા સમયથી બેરોકટોક ચાલતા આ ગેરકાયદેસર કાળા કારોબાર પર અચાનક પડેલા દરોડાને કારણે આ પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગેરકાયદેસર ખનન કરનારા ઇસમોની ઓળખ કરવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ નીકળે એવું છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

