બેદરકારીને કારણે વીજ થાંભલાઓ અને ટ્રાન્સફોર્મર પર જંગલી વેલો અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. આને કારણે આ વિસ્તારના પાંચ જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનોને સતત વીજ વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. સતત ખોરવાતો વીજ પુરવઠો:આ લાઇન થરવાસા, મોટા હબીપુરા, પારીખા, મંડાળા અને સુલતાનપુરા જેવા મુખ્ય ગામોમાંથી પસાર થાય છે. જંગલી વેલો અને વનસ્પતિઓ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે પોતાના ભરડામાં લઈ લીધા છે.

ગ્રામજનોની ફરિયાદ: ગામડાઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. વેલોના કારણે જ્યારે બે વીજ વાયરો એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે તરત જ વીજળી ગુલ થઈ જાય છે.ખેડૂતોની વેદના: ખેતી માટે રાત્રિના સમયે આપવામાં આવતી વીજળી પણ આ જંગલી વેલોના કારણે વારંવાર કપાય છે. સિંચાઈ માટે પાણી લેવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, જેનાથી પાકને નુકસાન થવાનો ભય સતાવી રહ્યો છે.ચોમાસું ગયા પછી પણ સફાઈ કેમ નહીં સ્થાનિકોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ MGVCL ના અધિકારીઓ અને સ્થાનિક હેલ્પર દ્વારા આ વીજ લાઈનોની સફાઈ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે, જેથી શિયાળા અને ઉનાળામાં વીજ વિક્ષેપ ન થાય.જોકે, આ વર્ષે આ લાઈન પર કોઈ પણ પ્રકારની સફાઈ કે માવજત કરવામાં આવી નથી. MGVCL ના કર્મચારીઓની આ બેદરકારી અને નિષ્ક્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.તાત્કાલિક કાર્યવાહીની માંગ ગ્રામજનો અને ખેડૂતોની એકસૂરે માંગ છે કે MGVCL ના જવાબદાર અધિકારીઓ વહેલી તકે જાગૃત થાય.વહેલી તકે આ તમામ વીજ થાંભલાઓ, વાયરો અને ટ્રાન્સફોર્મર પરથી જંગલી વેલો અને વનસ્પતિઓને દૂર કરીને લાઇનનું સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતો અને ગામલોકોને વારંવાર ખોરવાતા વીજ પુરવઠામુશ્કેલીમાંથી રાહત મળે.
ડભો તાલુકાની થરવાસા થી સુલતાનપુરા સુધી પાંચ ગામોમાંથી પસાર થતી વીજ થાંભલા અને ટ્રાન્સફર ઝાડીઓ બહુ ઊંઘી ગઈ છે એમજીવીસીએલ ના અધિકારીઓને જાણ કરવામાં આવી છે હજુ સુધી ને સાફ-સફાઈ થઈ નથી જેના કારણે ખેતરમાં પાણી લેવું હોય છે તો તકલીફો પડે છે અને એના કારણે વારંવાર વીજ પુરવઠો પણ ખોવાય છે તો વહેલી તકે સાફ-સફાઈ કરે એવી અમારી માંગ છે, ઉમેશભાઈ પટેલ ખેડૂત
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

