ડભોઇ તાલુકા મધ્ યાહન ભોજન સંચાલકો રસોઈયા દ્વારા વાનગી સ્પર્ધા યોજાય હતી જેમાં પ્રથમ અને બીજો ત્રીજા નંબર આવનાર મહિલાઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા…
ડભોઇ તાલુકાના 184 કેન્દ્ર પૈકી લક્ષ્મીબેન. સુથાર નયનાબેન. ફરજાના બેન આરીફ ભાઈ સિંધી સહિત 16 કેન્દ્રના સંચાલકો રસોયાઓએ તાલુકાના ધર્મપૂરી પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત , રસોઈ સ્પર્ધા 2025/26 નું આયોજન ડભોઇ તાલુકાના ધર્મપૂરી પ્રા શાળા. ખાતે કરવામાં આવેલ જેમાં શ્રી જયમીનભાઇ પટેલ શ્રી તાલુકા બી.આર.સી ભરતભાઈ દરજી મધ્યાન ભોજન નાયબ મામલતદાર રૂપલબેન તથા મધ્યાન ભોજન સુપરવાઇઝર શ્રી વગેરે તેમજ શિક્ષક શિક્ષિકાઓ હાજર રહ્યા હતા મધ્યાહન ભોજન સંચાલકો અને રસોઈયા એ ઉત્સાહ ભેર વાનગી સ્પર્ધા માં ભાગ લીધો હતો જેમાં પ્રથમ ધર્મપૂરી પ્રાથમિક શાળાના લક્ષ્મીબેન બીજા નંબર ઉપર પંણસોલી ગામના નયનાબેન સુથાર અને મેનપુરાના રાણાબેન યોજાયેલી રસોઈ સ્પર્ધા માં વિજેતા થતા તેઓને પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપી ઉપસ્થિત નાયબ મામલતદાર મધ્યાન ભોજન રૂપલબેન તથા ભરતભાઈ દરજી અને જૈમીન ભાઈ વિગેરે દ્વારા સન્માનિત કર્યા હતા…

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

