ડભોઈ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શાળામાં આનંદમેળો યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જુદા જુદા 36 સ્ટોલ લગાવી સ્કૂલના પ્રાંગણમાં વેપાર માંડ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા 36 જેટલા સ્ટોલ લગાવી ગ્રાહકોને કઈ રીતના આકર્ષિત કરવા અને વેપાર ધંધા કઈ રીતના પાર પાડવા તેમજ નફા નુકસાન સહિત વેપારને સંપૂર્ણ રીતે સફળ બનાવવા પોતે લગાવેલા સ્ટોલથી વેપારનું જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

વિદ્યાર્થીઓમાં આંતરિક શક્તિ ખીલવવા તેમજ ખરીદ-વેચાણ, નફો- નુકસાન સહિત બજારના વેપારથી માહિતગાર કરવાના આશય સાથે શાળાના સંચાલકો દ્વારા આનંદમેળાનું સુંદર અને સફળ આયોજન કર્યું હતું. શાળાના પ્રાંગણમાં લાગેલા સ્ટોલમાં ફુટ સલાડ, ચોકલેટ લોલી સ્ટીકસ, કપ કેક્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, દહીંવડા, આલુપૂરી, દહીંપુરી, પાપડીનો લોટ, પાઉંભાજી, ચણાજોર ગરમ, કોટન કેન્ડી, પેસ્ટ્રી, ખીચું, સેન્ડવિચ, ચટપટી, લસ્સી, રોઝેરો, ચાઈનીઝ નુડલ્સ, પાપડી ચાટ, પોટેટો રિસલ, ભેલ, બટાકા ભૂંગડા, પફ જમ્પિંગ ઢીંગલા વગેરે જેવી ચીજ વસ્તુઓના સ્ટોલ લગાવી સાથી વિદ્યાર્થી અને વાલીઓમાં આકર્ષણ જમાવી ધંધા વેપારની આંતરિક શક્તિ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો આ પ્રસંગે દયારામ કેળવણી મંડળ પ્રમુખ દીપકભાઈ ગોપાલભાઈ ભોઈવાલા સુનિલભાઈ ડી રાઠવા યોગેશભાઈ પટેલ લાલજીભાઈ ચૌધરી નિરલ કે.શાહ.અનિલભાઈ ચાવડા આશાબેન કાપડિયા શીતલબેન ઠાકર સહીત મોટી સંખ્યામાં શિક્ષકો અને વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહી આનંદ મેળાની મજા માણી હતી…

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

