ડભોઇ નગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાતની ઝુંબેશને વધુ તેજ બનાવવામાં આવી છે. લાંબા સમયથી વેરો ભરપાઈ કરવામાં આનાકાની કરતા મિલકત ધારકો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે. આ કામગીરી અંતર્ગત શરબત કૂવા વિસ્તારમાં એક મકાનને સીલ મારવામાં આવતા સમગ્ર નગરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.શું છે સમગ્ર ઘટના ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમ દ્વારા વેરા વસૂલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન શહેરના શરબત કૂવા પાસે આવેલા ઘર નંબર 2 / 13 / 34 ના માલિક નાનુભાઈ મિયાભાઈ મહુડાવાળાના મકાનનો વેરો છેલ્લા ઘણા વર્ષોથી બાકી બોલતો હતો. ₹25,000 થી વધુની બાકી રકમ નગરપાલિકાના રેકોર્ડ મુજબ, આ મિલકત પર કુલ ₹25,887 જેટલો વેરો લાંબા સમયથી બાકી હતો. વારંવારની જાણ અને સૂચના છતાં મિલકત ધારક દ્વારા આ રકમ ભરપાઈ કરવામાં ન આવતા આખરે પાલિકાએ કડક વલણ અપનાવ્યું હતું. ચીફ ઓફિસરના આદેશ મુજબ નગરપાલિકાની ટીમે સ્થળ પર જઈ મકાનને બંધ કરી વિધિવત રીતે સીલ મારી દીધું હતું.

નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી
આ વેરા વસૂલાત અને સીલિંગની કામગીરીમાં નગરપાલિકાના નીચે મુજબના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા મહેશભાઈ વસાવા (ઇન્ચાર્જ સેક્રેટરી) રાજેશભાઈ કટારીમહેશભાઈ અને શિવમભાઈ જે. તડવી
સંદીપભાઈ દરજી કોપીનભાઈ પટેલ
વેરા બાકીદારોમાં ફફડાટનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે અન્ય મોટા બાકીદારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં હજુ પણ જે લોકોનો વેરો બાકી છે તેમની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે.નગરપાલિકાએ તમામ નગરજનોને અપીલ કરી છે કે, નગરના વિકાસ કાર્યોમાં સહભાગી થવા અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે પોતાનો બાકી વેરો સમયસર ભરપાઈ કરી દેવો
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

