ડભોઈમાં ગટરની ગંભીર સમસ્યા: મેજેસ્ટિક ટોકીઝ, ઇન્ડિયા બેકરી અને હરીજન વાસના રહીશો ત્રસ્ત ડભોઈ શહેરના મેજેસ્ટિક ટોકીઝ, ઇન્ડિયા બેકરી અને હરીજન વાસ વિસ્તારના સ્થાનિક રહીશો છેલ્લા ઘણા સમયથી ગટરની ગંભીર સમસ્યાને કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ ત્રણેય વિસ્તારના અસંખ્ય લોકો આજે તેમની વેદના અને માંગણીઓ સાથે ડભોઈ નગરપાલિકા ખાતે રજૂઆત કરવા આવ્યા હતા. ગંદકીનું સામ્રાજ્ય અને રોગચાળાનો ભયરહીશોના જણાવ્યા અનુસાર, તેમના વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવવાને કારણે ભયંકર ગંદકી ફેલાઈ ગઈ છે.ગટરનું ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળ્યું છે, જેના કારણે તીવ્ર દુર્ગંધ ફેલાય છે.સ્થાનિકોને સતત બીમાર પડવાનો ભય સતાવી રહ્યો છે.ગંદા પાણીના કારણે રસ્તાઓ પર લીલ (શેવાળ)નું જાડું થર જામી ગયું છે, જે અત્યંત લપસણું છે.આ લીલના કારણે લપસી પડવાની ઘટનાઓ બની છે, જેમાં તાજેતરમાં એક મહિલાને પગમાં ઈજા પણ થઈ છે.

લગ્ન-પ્રસંગો પણ મુશ્કેલ
ગટરના પાણીના નિકાલની સમસ્યા એટલી ગંભીર છે કે સ્થાનિક લોકો તેમના લગ્ન પ્રસંગો અને અન્ય સામાજિક કાર્યો પણ પોતાના ઘરે યોજી શકતા નથી.ઘરમાં ગંદકી હોવાથી અને બહાર પાણી ભરાયેલું હોવાથી અમારે હોલ ભાડે રાખીને પ્રસંગો કરવા પડે છે,” એક રહીશે પોતાની મુશ્કેલી વ્યક્ત કરી. નગરપાલિકામાં રજૂઆત: વારંવારની અવગણનાનો આક્ષેપ
સ્થાનિકોએ જણાવ્યું કે તેમણે અગાઉ પણ આ સમસ્યા અંગે નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી તેનો કોઈ નક્કર નિકાલ આવ્યો નથી.આજે ફરી એકવાર ડભોઈ નગરપાલિકાના અધિકારીઓને મળીને તેમણે પોતાની માંગણીઓ મૂકી હતી. લોકોની માંગ છે કે, નગરપાલિકાના અધિકારીઓ તાત્કાલિક આ રજૂઆતને ગંભીરતાથી લે અને વહેલી તકે ગટરની આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે.નગરપાલિકાના અધિકારીઓએ આ પ્રતિનિધિમંડળને “વહેલી તકે સમસ્યાનો નિકાલ આવી જશે” તેવું આશ્વાસન આપ્યું છે.
ડભોઈની જનતા હવે રાહ જોઈ રહી છે કે નગરપાલિકાનું આ આશ્વાસન ક્યારે નક્કર કાર્યવાહીમાં પરિવર્તિત થાય અને આ ત્રણેય વિસ્તારના લોકોને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્તિ મળે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

