VADODARA : ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ તાલુકાના આઠ ગામોની દરખાસ્ત મંજૂર કરવા માટે ગુજરાત પ્રાદેશિક કમિશનરને મોકલી આપવા હિલચાલ શરુ કરી

0
87
meetarticle

ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ તાલુકાના આઠ ગામોની દરખાસ્ત મંજૂર કરવા માટે ગુજરાત પ્રાદેશિક કમિશનરને મોકલી આપવા હિલચાલ સરુ કરી હતી. જેમાંથી નડા, બોરીયા, કુકડ અને ધરમપુરી આ ચાર ગામ ના રાજકીય લોકોને ખબર પડી જતા તેઓએ વિરોધ કરતા આ ચાર ગામો દરખાસ્ત માંથી કાઢી નાખવામાં આવેલ હોવાનું ચર્ચાઇ રહેલ છે. જેથી ચાર ગામોની દરખાસ્ત મોકલવામાં આવેલ હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહેલ છે.

ડભોઇ નગરપાલિકાએ બાકીના ચાર ગામોની દરખાસ્ત મોકલી હતી.આ ચાર ગામોની દરખાસ્ત ગુજરાત પ્રાદેશિક કમિશનરે મંજૂર કરીને ડભોઇ નગરપાલિકાને મોકલી આપેલ છે. આ ચાર ગામોમાં ડભોઇ તાલુકાના ટીંબી કજાપુર તરસાણા અને વેગા ગામનો સમાવેશ થાય છે. જો આ ચાર ગામ ડભોઇ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો આ ગામોનો પાણી વેરો અને વિવિધ વેરા વધી જશે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને વધારાનો આર્થિક બોજ સહન કરવાનો વારો આવશે. સાથો સાથ નગરપાલિકામાં જો આ ગામોનો સમાવેશ થાય તો ૫૦ ટકા ટીપી નો અમલ થશે. અને ટીપીમાં કેટલાય ખેડૂતોની જમીન કપાત થશેનું લોક મુખે ચર્ચાઈ રહેલ છે. હવે એ જોવાનું રહ્યું કે ગ્રામ્ય વિસ્તારના લોકો આ અંગે કેવો નિર્ણય લે છે એ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયેલ છે.છોટાઉદેપુર લોકસભાની ચૂંટણી થયેલ તે સમયે ડભોઇ તાલુકાના ટીંબી, તરસાણા, કજાપુર અને વેગા આ ચાર ગામોના મતદારો આ મુજબ હતા. ટીંબીમાં કુલ મતદારો ૯૦૭ હતા જેમાં પુરુષ મતદારો ૪૫૨ જ્યારે સ્ત્રી મતદારો ૪૫૫ હતા.

કજાપુરમાં કુલ મતદારો ૫૬૬ હતા જેમાં પુરુષ મતદારો ૨૯૪ જ્યારે સ્ત્રી મતદારો ૨૭૨ હતા. તરસાણા માં કુલ મતદારો ૭૫૧ હતા જેમાં પુરુષ મતદારો ૩૮૯ જ્યારે સ્ત્રી મતદારો ૩૬૨ હતા. વેગામાં કુણ મતદારો ૬૯૨ હતા જેમાં પુરુષ મતદારો ૩૪૯ જ્યારે સ્ત્રી મતદારો ૩૪૩ હતા. હાલમાં જ ડભોઇ તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચોની ચૂંટણીઓ થયેલ છે. ડભોઇ નગરપાલિકાની ગ્રેડ વધારવા માટે આ ગામોનો સમાવેશ કરવામાં આવી રહેલ હોવાનું લોક મુખે ચર્ચાઈ રહેલ છે.

ડભોઇ નગરપાલિકામાં આ ચાર ગામોનો સમાવેશ મંજૂર થઈ જાય તો આ ગામોમાં ટીપી ના રોડ પડશે. અને ટીપીના રોડ પડવાથી ગ્રામ્ય વિસ્તારને નુકસાન થાય તેમ છેનું ચર્ચાઇ રહેલ છે. ડભોઇ નગરપાલિકા આ ચાર ગામો મંજૂર કરીને ફરીથી તેની દરખાસ્ત ગુજરાત પ્રાદેશિક કમિશનરને મોકલશે એવું હાલમાં રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહેલ છે. જો આ ચાર ગામો ડભોઇ નગર પાલિકામાં સમાવેશ થાય તો આ ચાર ગામોના લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે ? હવે એ જોવાનું રહ્યું કે ગ્રામ્ય વિસ્તારના લોકો આ અંગે કેવા પગલાં ભરે છે એ મહત્વનું છે !!

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here