ડભોઇ નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને 15 મું નાણાપંચની 6 કરોડ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કરી નગરજનો અને યુવાનો, બાળકો માટે ડભોઇના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ પ્રમુખશ્રી બિરેનભાઈ શાહ, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન તથા નાણાંપંચ ચેરમેનશ્રી વિશાલભાઈ શાહ અને તેમની નગરપાલિકા ટીમ દ્વારા ડભોઇ નગરના નગરજનો માટે ભવ્ય દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલનું આજે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ લોકાર્પણ કાર્યક્રમ નિમિત્તે સ્પોર્ટ્સ સંકુલમાં સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ સ્પોર્ટ સંકુલમાં ખૂબ વિશાળ સ્કેટિંગ ટ્રેક, વિશાળ બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ ફુલ રેકેટ ચેસ, કેરમ જેવી વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે.લોકાર્પણ કાર્યક્રમ બાદ ગુજરાતના લોકલાડીલા લોકગાયક શ્રી ઉમેશભાઈ બારોટ અને તેમની ટીમનો લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં ધાર્મિક, દેશભક્તિ તથા ફિલ્મી ગીતોની રમઝટ થી લોકોએ અનેરો આનંદ ઉઠાવ્યો હતો. ડભોઇ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ વિકાસના કામો કરવામાં આવ્યા છે ત્યારે ઢાલનગર ખાતે ઘન કચરા નિકાલ માટેના પ્રોસેસિંગ પ્લાન્ટનું કામ કરનાર માતૃ એનર્જી કોર્પોરેશન સર્વિસીસના પ્રોપરાઇટર શ્રી સમીરભાઈ રાઠોડ, સરદાર બાગના નવીનીકરણનું કામ કરનાર કોન્ટ્રાક્ટર શ્રી વી એસ પટેલ તેમજ ડભોઇ નગરપાલિકા બિલ્ડીંગ તથા આ સ્પોર્ટ્સ સંકુલના કોન્ટ્રાક્ટરશ્રી કિર્તીભાઈ માલવીયા, શ્રી નીતિનભાઈ કલસરિયા અને ભૌતિકભાઈ વઘાસિયા ની ટીમને ધારાસભ્યશ્રી ના વરદ હસ્તે મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

ડભોઇના પ્રમુખ બિરેનભાઈ શાહ તથા ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી દ્વારા ડભોઇ નગરપાલિકાની કામગીરીમાં પોતાનો યશસ્વી યોગદાન આપનાર એવા કર્મયોગી કર્મચારી શ્રી વૈભવ આચાર્ય, શ્રી મહેશભાઈ પરમાર તથા શ્રી મહેશભાઈ એચ. વસાવાનું પણ મોમેન્ટો આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.
REPOTER : ફકીરા ખત્રી ,ડભોઈ

