ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમા થઇ રહી છે. ત્યારે દર માસમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારમા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા સરકારશ્રી માંથી સૂચના મળેલ હોઈ, ડભોઇ નગરપાલિકા દ્વારા આજે પીએમ સ્વનિધિ યોજના હેઠળ “બેંકર વર્કશોપ” નું આયોજન કરવામાં આવેલ હતું. આ બેંકર વર્કશોપ તાલુકા પંચાયત કચેરી, ડભોઇના સભાખંડ ખાતે જિલ્લાના લીડ બેન્ક મેનેજરશ્રી લખનસીંગ મીનાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમજ આ વર્કશોપમા નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રોજેક્ટ મેનેજરશ્રી મહેશભાઈ પરમાર, તાલુકા પંચાયતના આસી. તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીભાઈ, નાબાર્ડના મેનેજર તેમજ નગરપાલિકના સમાજ સંગઠક પ્રવીણભાઈ બારીયા તેમજ ડભોઇ નગરની તમામ સરકારી તથા ખાનગી બેંકના મેનેજરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમા સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમા ડભોઇ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર દ્વારા ફેરિયાની લોનની પેંન્ડીગ અરજીઓના નિકાલ તથા યોજનાના ઉદ્દેશોને ચરિતાર્થ કરવા અર્થે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓની આજીવિકાના ઉદેશને પરિપૂર્ણ કરવામા સહભાગી બનવા અંગે જરૂરિયાતમંદ ફેરિયાઓને લોન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિતે ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળા નું પણ આયોજન કરવામાં આવેલ, જે લોક કલ્યાણ મેળા મા લોન ની નવી અરજીઓ, ડિઝીટલ ટ્રાન્જેક્શન ની સમજ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત જુદી જુદી 08 યોજનાઓના લાભ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ હતી.પીએમ સ્વનિધિ યોજના હેઠળ બેંકર વર્કશોપ યોજાયો.
ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમા થઇ રહી છે. ત્યારે દર માસમાં રાજ્યના તમામ શહેરી વિસ્તારમા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા સરકારશ્રી માંથી સૂચના મળેલ હોઈ, ડભોઇ નગરપાલિકા દ્વારા આજે પીએમ સ્વનિધિ યોજના હેઠળ “બેંકર વર્કશોપ” નું આયોજન કરવામાં આવેલ હતું. આ બેંકર વર્કશોપ તાલુકા પંચાયત કચેરી, ડભોઇના સભાખંડ ખાતે જિલ્લાના લીડ બેન્ક મેનેજરશ્રી લખનસીંગ મીનાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. તેમજ આ વર્કશોપમા નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પ્રોજેક્ટ મેનેજરશ્રી મહેશભાઈ પરમાર, તાલુકા પંચાયતના આસી. તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીભાઈ, નાબાર્ડના મેનેજર તેમજ નગરપાલિકના તેમજ ડભોઇ નગરની તમામ સરકારી તથા ખાનગી બેંકના મેનેજરશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમા સરકારશ્રીની પીએમ સ્વનિધિ યોજના અંગેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપમા ડભોઇ નગરપાલિકાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર દ્વારા ફેરિયાની લોનની પેંન્ડીગ અરજીઓના નિકાલ તથા યોજનાના ઉદ્દેશોને ચરિતાર્થ કરવા અર્થે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પી.એમ. સ્વનિધિ યોજના હેઠળ શહેરી વિસ્તારમાં છૂટક નાનો ધંધો રોજગાર કરતા ફેરિયાઓની આજીવિકાના ઉદેશને પરિપૂર્ણ કરવામા સહભાગી બનવા અંગે જરૂરિયાતમંદ ફેરિયાઓને લોન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિતે ડભોઇ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત લોક કલ્યાણ મેળા નું પણ આયોજન કરવામાં આવેલ, જે લોક કલ્યાણ મેળા મા લોન ની નવી અરજીઓ, ડિઝીટલ ટ્રાન્જેક્શન ની સમજ તેમજ સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના અંતર્ગત જુદી જુદી 08 યોજનાઓના લાભ આપવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ હતી.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

