VADODARA : ડભોઇ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ની ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી અર્થે એસ. એચ. જી. ની બહેનોની માર્ચ યોજાઈ.

0
68
meetarticle

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા વિવિધ પ્રકારની ઇવેન્ટો યોજવા માટે જણાવવામાં આવેલ હોય તે મુજબ ના કાર્યક્રમો સમગ્ર રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં યોજાઇ રહ્યા છે ત્યારે આજરોજ ડભોઇ નગરપાલિકા ખાતે ડભોઇ ને પ્લાસ્ટિક ફ્રી અને ક્લીનસીટી બનાવવાના ઉદ્દેશ સાથે ડભોઇ નગરના સખીમંડળની બહેનો મોટી સંખ્યામા એકત્ર થી ડભોઇ ટાવર ચોકથી સરદાર બાદ સુધીની માર્ચ કરવામાં આવી હતી.
નગરના વેપારીઓ તથા નગરજનોને જાગૃત કરવા માટે નગરપાલિકા દ્વારા આ માર્ચ સાથેસાથે નગરને પ્લાસ્ટિક ફી અને ક્લીનસીટી બનાવવા અર્થે જરૂરી પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો હતો.

આ માર્ચના સમાપન સમયે સરદારબાગ ખાતે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આર. આર. આર. સેન્ટર પર બિનઉપયોગી વસ્તુઓ, જુના કપડાં વગેરે કચરામાં ન ફેકતા અન્ય વ્યક્તિઓને ઉપયોગમાં આવે તે અર્થે આર. આર. આર. સેન્ટર પર જમા કરવા અને આ જમા થયેલી વસ્તુઓને જે ગરીબ વર્ગના લોકોને જરૂર હોય તેઓએ આ આર.આર. આર. સેન્ટરથી વિનામૂલ્ય લઈ જવા અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી.

આજના આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેનશ્રી તેજલ સોની, ઉપપ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, ચીફ ઓફિસરશ્રી જયકિશન તડવી, તેમજ નગરપાલિકાના અર્બન મેનેજર મહેશભાઈ પરમાર, અર્ચનાબેન પરમાર તથા નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

RPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here