VADODARA : ડભોઇ નગરમાં આવેલ વૈષ્ણવ હવેલીઓમાં દરરોજ સાંજે સાજી ના દર્શન છેલ્લા ત્રણ દિવસ થશે….

0
54
meetarticle

ડભોઇ નગરમાં આવેલ વૈષ્ણવ હવેલીઓમાં દરરોજ સાંજે સાજી ના દર્શન છેલ્લા ત્રણ દિવસ થશે. શ્રાદ્ધપક્ષ ચાલતો હોવાથી નિત નવી સાંજી વૈષ્ણવજનો દ્વારા મંદિરના ચોકમાં બનાવવામાં આવે છે. શનિવારે રંગોળી ની સાજી બનાવવામાં આવશે. આજરોજ ફૂલોની સાજી ના દર્શન થયા હતા. છેલ્લા દિવસે એટલે કે રવિવારનાં રોજ અનાજ કઠોળ ની શાજી ના દર્શન સાંજે થશે. ડભોઇ એટલે દર્ભાવતિ નગરી તરીકે વર્ષોથી ઓળખાય છે. આ નગરીમાં ૩ વૈષ્ણવ હવેલીઓ આવેલ હોવાથી વૈષ્ણવોની નગરી તરીકે પણ પ્રખ્યાત છે. દર્ભાવતિ નગરી એ ડભોઇ નું જૂનું નામ છે. આ નગરીમાં વિવિધ વિસ્તારોમાં વૈષ્ણવો ના મંદિરો આવેલા છે. શ્રાદ્ધપક્ષમાં દરરોજ મોડી સાંજે વૈષ્ણવ હવેલીઓમાં સાંજીના અલગ અલગ દર્શન થાય છે તે કરવા માટે વૈષ્ણવજનો ઉમટી પડે છે.હાલમાં ચાલી રહેલ શ્રાદ્ધ પક્ષના કારણે વૈષ્ણવ હવેલી ઓમાં સાંજના ૭ કલાકે ભવ્ય સાંજીના દર્શન મુખ્યાજી દ્વારા ખુલ્લા મૂકવામાં આવે છે. મંદિરના ચોકમાં છેલ્લા ત્રણ દિવસ અલગ-અલગ સાંજી બનાવવામાં આવે છે. મંદિરના ચોકમા મોડી સાંજે ફૂલોની ભવ્ય મોટી સાંજી બનાવવામાં આવી હતી. દર્શન ખુલતા પહેલાજ વૈષ્ણવ જનો મંદિર ખાતે ઉમટી પડે છે. વર્ષમાં એક જ વાર આ સાંજીના દર્શન થતા હોવાથી તેનો લાભ લેવા વૈષ્ણવો અધીરા થઇ ઉઠે છે. આ અમૂલ્ય દર્શનનો લ્હાવો લઇ વૈષ્ણવો ધન્યતા અનુભવતા જોવા મળે છે.


ડભોઇ નગરની મધ્યમાં ઝારોલાવાગા માં આવેલ શ્રી દ્વારકાધીશ હવેલી ખાતે શ્રાદ્ધપક્ષ નિમિત્તે પહેલા દિવસે ફૂલોની સાંજી બનાવવામાં આવી હતી. જેમાં અલગ-અલગ ફૂલો લઈ તેને ભવ્ય રીતે બનાવવામાં આવી હતી. ફૂલોની સાજી ના દર્શન ખુલતા જ વૈષ્ણવો મંદિર ખાતે ઉમટી પડતાં મંદિર વૈષ્ણવો થી ભરચક જણાઈ આવતું હતું. ઉત્સવપ્રિય દર્ભાવતિ નગરીમાં ધાર્મિક તહેવાર હોય કે સામાજિક તહેવાર હોય તે ખૂબ જ ધામધૂમથી શ્રદ્ધા પૂર્વક ઉજવવામાં આવે છે. આવતીકાલે રવિવારે શ્રાદ્ધ પક્ષ છેલ્લો દિવસ હોય કઠોળની સાંજી ના દર્શન થશે. શ્રાદ્ધ પક્ષમાં વરસાદ પણ સમાયંતરે પડતો રહે છે. જેના કારણે વૈષ્ણવોને ઘણી જ હાર મારી વેઠવાનો વારો આવે છે.આજરોજ પણ મોડી સાંજે દર્શન ખૂલતાં સાજી ના દર્શન કરવા વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here