ડભોઈ – દભૉવતી નગરીની નગરપાલિકા ખાતે છેલ્લાં ૪૦ વર્ષ ઉપરાંતથી મેલેરીયા વિભાગમાં કર્તવ્ય ભાવથી અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતાં પરેશભાઈ રતનલાલ સોની આજરોજ વય નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ પાલિકાનાં પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, અને ચીફ ઓફિસર જયકિશન તડવીની ઉપસ્થિતિમાં યોજાયો હતો અને તેઓને સન્માન પૂર્વક વિદાય આપવામાં આવી હતી. આ કર્મચારીને નગરપાલિકાનાં પ્રમુખ બ્રિરેન શાહ અને ચીફ ઓફિસર જયકિશન તડવી સહિત ચૂંટાયેલા નગર સેવકો, અને ક્રર્મચારીઓની હાજરીમાં સન્માનિત કરવામાં ખાવ્યાં હતાં અને તેમનું નિવૃત્ત જીવન સુખમય, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ સૌ ઉપસ્થિતોએ પાઠવી હતી. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા શાલ ઓઢાડીને તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ કારોબારી ચેરમેન અને સાથી કર્મચારીઓ દ્વારા પણ તેમને ભેટ સોગાદો અપી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

આ ઉપરાંત પ્રમુખ બિરેન શાહે તેમનાં વકતવ્યમાં પરેશભાઈ સોનીની પાલિકા પ્રત્યેની કર્તવ્ય પરાયણતા અને તેમનાં શાંત સ્વભાવની પ્રશંસા કરી હતી. જયારે ચીફ ઓફિસર જય કિશન તડવીએ નવાં કર્મચારીઓને જણાવ્યું હતું કે, નગરપાલિકાનાં અનુભવી અને વફાદાર કર્મચારીઓ પાસેથી તેમનાં અનુભવ અને વહીવટી કુનેહ જાણવી અને શીખવી જોઈએ અને તેનો ઉપયોગ પાલિકાનાં વિકાસની બાબતમાં પ્રયત્ન કરવો જોઈએ. નિવૃત્ત થતાં આ કર્મચારીને મહાનુભાવો અને સાથી કર્મચારીઓ દ્વારા માન – સન્માન સાથે વિદાય અપાતાં આ નિવૃત્ત થતાં કર્મચારી અને તેમનો સમગ્ર પરિવાર ભાવવિભોર બન્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

