ડભોઇ પુરાતત્વ ખાતાની ટીમ ભારત પર માંથી સ્વચ્છતા અભિયાન માં જોડાઈ રહી છે સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે તેના ભાગરૂપે આજરોજ ડભોઈ ની ઐતિહાસિક ભાગોળો ઝળહળી ઉઠી
સાફ-સફાઈ બાદ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની દર્ભાવતી નગરી

ડભોઈ:ઐતિહાસિક નગરી ડભોઈ (દર્ભાવતી) તેની ભવ્ય સ્થાપત્યકલા અને ચાર દિશાઓમાં આવેલી વિશાળ ભાગોળો (દરવાજા) માટે વિશ્વભરમાં જાણીતી છે. છેલ્લા કેટલાક સમયથી ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા આ ઐતિહાસિક કિલ્લાઓ અને ભાગોળોની સઘન સાફ-સફાઈ અને જાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પરિણામે આ વિરાસત ફરી એકવાર સોળે કળાએ ખીલી ઉઠી છે.ચારેય ભાગોળોની સુંદરતામાં વધારો ડભોઈની ઓળખ સમાન ચારેય ભાગોળોની સફાઈ બાદ તેમનું નકશીકામ અને પથ્થરોની કારીગરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પુરાતત્વ ખાતા દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવેલી કામગીરીને કારણે આ ઐતિહાસિક સ્થાપત્યોની સુંદરતામાં અનેરો નિખાર આવ્યો છે.

ડભોઈમાં આવેલી મુખ્ય ચાર ભાગોળો આ મુજબ છે હીરા ભાગોળ સૌથી પ્રખ્યાત અને કલાત્મક વડોદરી ભાગોળ મહુડી ભાગોળ નાંદોદી ભાગોળ
પ્રવાસીઓના ધસારામાં નોંધપાત્ર વધારો
સાફ-સફાઈ અને નવીનીકરણ બાદ આ સ્થળોએ પ્રવાસીઓની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને:
સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU): કેવડિયા જતા પ્રવાસીઓ હવે ડભોઈના કિલ્લાની મુલાકાત લેવાનું ચૂકતા નથી.વઢવાણા પક્ષી અભયારણ્ય: વડોદરાથી વઢવાણા જતા સહેલાણીઓ માટે ડભોઈ એક મહત્વનું સ્ટોપ બની ગયું છે.સ્થાનિક પ્રવાસન: વડોદરા અને આસપાસના વિસ્તારોમાંથી આવતા પ્રવાસીઓ આ ઐતિહાસિક વારસાની જાળવણી જોઈને ખૂબ જ આનંદ અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.પુરાતત્વ વિભાગની સરાહનીય કામગીરીપ્રવાસીઓના મતે, પુરાતત્વ વિભાગ દ્વારા જે રીતે કિલ્લાઓની જાળવણી અને સ્વચ્છતા કરવામાં આવી છે, તેનાથી ડભોઈના ઐતિહાસિક મહત્વમાં વધારો થયો છે. કિલ્લાની કોતરણી અને તેની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા માટે લેવાયેલા પગલાંને લોકો આવકાર્ય રહ્યા છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

