VADODARA : ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં ભાજપ-એનડીએની ઐતિહાસિક જીત ની ભવ્ય ઉજવણી

0
56
meetarticle

ડભોઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહારમાં ભાજપ-એનડીએની ઐતિહાસિક જીત ની ભવ્ય ઉજવણી ડભોઇ ટાવર ચોક ફટાકડા ફોડીને આકાશ બાજી કરી અને જીતની ઉજવણી કરવામાં આવી બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોએ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનએ પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત નોંધાવી છે. મતદાતાઓએ વિકાસ, સુશાસન અને સ્થિરતાના મુદ્દાઓને પ્રાથમિકતા આપીને એનડીએ પર ભરોસો વ્યક્ત કર્યો છે.ભાજપે ઘણા બેઠકો પર રેકોર્ડ તોડ પ્રદર્શન કર્યું છે, જ્યારે સાથી દળોએ પણ મજબૂત પ્રદર્શન સાથે ગઠબંધનને વધુ સુદૃઢ બનાવ્યું છે.

બિહાર માં પરિણામ બાદ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.ડભોઈ શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા બિહાર માં ઐતિહાસિક જીત બાદ ટાવર ચોક ખાતે ફટાકડા ફોડી કાર્યકરો નું મોઢું મીઠું કરાવી જીત ની ઉજવણી કરી હતી.વડોદરા જિલ્લા મહામંત્રી ડો બી. જે.બ્રહ્મભટ્ટે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા દેશ ના ગૃહમંત્રી તથા રાજનીતિ ના ચાણકય અમિતભાઇ શાહ ની કુનેહ થી બિહાર માં એન ડી એ ગઢબંધન પ્રચંડ બહુમત સાથે જીત મેળવી છે.જેની ઉજવણી ના ભાગરૂપે મોટી સંખ્યા માં કાર્યકરો ટાવર ચોક ખાતે ભેગા થઇ આતશબાજી કરી બિહાર જીત ની ઉજવણી કરી હતી.આ પ્રસંગે ડભોઇ પાલિકા પ્રમુખ બીરેન શાહ સાથે જિલ્લા મહામંત્રી ડો બી.જે.બ્રહ્મભટ, ડભોઇ શહેર મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી કિરીટ વસાવા અમિતભાઈ ડો. સદીપ શાહ,તથા મહિલા મોરચા ના સોનલબેન કિશોરભાઈ સોલંકી ઉપસ્થિત રહી બિહાર જીત ની ઉજવણી કરી હતી.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here