VADODARA : ડભોઇ મહુડી ભાગોળ ચમારવાસ સુંદરકુવા નું ગટરનું પાણી મહુડી ભાગોળ વરસાદી કાસમા ખાલી કરવામાં આવતા

0
96
meetarticle

ડભોઇ મહુડી ભાગોળ ચમારવાસ સુંદરકુવા નું ગટરનું પાણી મહુડી ભાગોળ વરસાદી કાસમા ખાલી કરવામાં આવે છે ગટરના ગંદા પાણીમાં મળ પણ ઠલવાય છે જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે જેના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે અને બીમાર લોકો પડી રહ્યા છે…


ડભોઇ સુંદર કુવા વિસ્તારની ડ્રેનેજ નું ગંદુ પાણી અને મળ આ ગટરમાંથી નીકળે છે અને વરસાદી કાંસમાં ખાલી કરવામાં આવે છે આ વરસાદી કાંસ મહુડી ભાગોળ થી વડોદરી ભાગોળ સુધી ને આ વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારી નું કારણ હાલ ડભોઇની પ્રજા ભોગ બની રહી છે આશરે આ કેનાલની આસપાસ 500 ઉપરાંત મકાનો આવેલા છે 2000 જેટલા લોકોને આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધ વાળુ ગંદુ પાણી આવે છે.

જેના કારણે લોકો પરેશાન હતા. જ્યારે કે નગરપાલિકાનું ડ્રેનેજ ના ગંદા પાણી વરસાદી કાસમાં ઠલવાતાં ગંદા પાણીનો પણ હવે સામનો કરવો પડી રહ્યો છે ડભોઇની પ્રજાને ગટરના ગંદા પાણીથી ક્યારે છુટકારો મળશે. જ્યારે આરોગ્ય વિભાગ ના અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લે અને કેટલાક કમળાના ઝાડા ઉલટી અને ડેન્ક્યુ જેવા કેસો થવાની શક્યતાઓ છે વહેલી તકે ડભોઇ નગરપાલિકા અને ડભોઇ આરોગ્ય વિભાગ આ વિસ્તારોની મુલાકાત લઇ અને ચોક્કસની કરે તેવી માંગ અથવા ઉઠવા પામી છે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here