પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી હવે ટ્રેન ચાલુ થશે જોબટથી 11.7 કિમી ટ્રેકનો ટ્રાયલ સફળ રહ્યો વડોદરા વિભાગ હેઠળ આવતા મધ્યપ્રદેશના જોબટથી ડેકાકુંડ સુધી 11.725 કિ.મી.ના રેલવે ટ્રેકનું સી.આર.એસ.દ્વારા 125 કિ.મી.ની ઝડપે નિરીક્ષણ કરાયું.નિરીક્ષણ સફળ રહ્યું.આગામી પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી ટ્રેન સુવિધા શરૂ થશે. દિવસોમાં પશ્ચિમ રેલવેના તાબામાં આવતા વડોદરા વિભાગ હેઠળ પ્રતાપનગરથી જોબટ સુધીની ટ્રેન હાલમાં ચાલી રહી છે.છોટાઉદેપુરથી સુધીના રેલવે ટ્રેકની કમરે પણ પુરજોશમાં ચાલી રહી છે.આ કામગીરી દરમિયાન હાલમાં જોબટથી આગળ ડેકાકુંડ સુધીની રેલવે લાઈન બનીને તૈયાર થઈ ગઈ છે.આ લાઇન તૈયાર થતા તા.8મી ડિસેમ્બર સોમવારના રોજ કમિશનર ઓફ રેલવે સેફ્ટી
(CRS), વેસ્ટર્ન સર્કલ દ્વારા જોબટ (excl.) થી ડેકાઉન્ડ (incl) સુધીના નવા બ્રોડગેજ રેલવે સેક્શનનું નિરીક્ષણ કરાયુ છે.ઉલ્લેખનીય છે કે આ નિરીક્ષણ કિ.મી.73.740 થી 85.195(કુલ 11.275 કિ.મી.) લાંબા નવા રેલવે ટ્રેક પર વિશેષ ટ્રેન મારફતે સવારે ટ્રાયલ હાથ ધરાયો હતો.

આ ટ્રાયલ અંગે અત્રેના પી.આર.ઓ.અનુભવ સક્સેનાએ જણાવ્યું હતું કે, જોબટથી ડેકાકુંડ સુધીનો ટ્રાયલ સફળ રહ્યો છે.સી.આર.એસ.દ્વારા મહત્તમ 125 કિલોમીટરની ઝડપે ટ્રેન છેછઉદેપુર ન્યુ બીજી લાઈન જોબટથી ઠેકાકુંડ 11.275 કિલોમીટર છે.આ ટ્રાયલ સફળ થતા આગામી દિવસોમાં ટ્રેન જે જોબટ સુધી ચાલે છે. તેને ડેકાકુંડ સુધી લંબાવવામાં આવશે.એ વિસ્તારના રહીશોને સસ્તી અને આરામદાયક ટ્રેન સુવિધાનો લાભ મળી શકશે.જોબટથી ડેકાકુંડ સુધીના રેલવે ટ્રેકનું સી.આર.એસ. દ્વારા સળફ ટ્રાયલ કરાયું હતું.પ્રતાપનગરથી ડેકાકુંડ સૂધી ટ્રેન ચાલશેછોટાઉદેપુરથી જોબટ સુધી હાલમાં ટ્રેન ચાલે છે.પણ જોબટથી આગળ અત્યાર સુધી ટ્રેકનું કામ ચાલતું હતું.જે પૂર્ણ થતાં જ પશ્ચિમ રેલવે દ્વારા આ ટ્રેકનું ટ્રાયલ પણ સી.આર.એસ.મારફતે કરાવાયું.જે સફળ બન્યું છે. હવે આગામી દિવસોમાં ટ્રેન પ્રતાપનગરથી ડેકાકુંડ સુધી ચાલશે.જોબટ-ડેકાકુંડ ટ્રેકની લંબાઈ 11.725 કિ.મી.
માર્ગમાં બે મોટા પુલ બનશેરોડ અંડર બ્રિજ 11,રોડ ઓવર બ્રિજ 1 અને સબવે 1 ડેકાકુંફ ખાતે એક રેલવે સ્ટેશન બની ગયું છે.યાત્રીઓની સલામતી માટે તમામ પાસાઓ ધ્યાનમાં રખાયા છે.

ફકીરા ખત્રી ડભોઈ

