VADODARA : ડભોઇ-વડોદરા હાઈવે પર બુલડોઝર’ ફર્યું માર્ગ અને મકાન વિભાગ દ્વારા કુંઢેલા થી વેગા સુધીના દબાણોનો સફાયો

0
58
meetarticle

કુંઢેલાથી વેગા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા નડતરરૂપ દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાઈવેના મુખ્ય માર્ગથી 15 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ કાચા-પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.કયા વિસ્તારોમાં થઈ કાર્યવાહી?


​R&B વિભાગના અધિકારીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે સવારથી જ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે નીચેના વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા કુંઢેલા અને ભીલાપુર
​રાજલી ક્રોસિંગ થુવાવી અને અંબાવ ફરતીકુઈ અને વેગા સ્વેચ્છાએ અને બળપૂર્વક દબાણ હટાવાયા તંત્રની આ કડક કાર્યવાહીની જાણ થતાં જ કેટલાક સ્થાનિક રહીશો અને વેપારીઓએ પોતાના સ્વેચ્છાએ દબાણો હટાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે, જે જગ્યાએ દબાણો યથાવત હતા, ત્યાં R&B વિભાગે જેસીબી મશીન દ્વારા કાચા-પાકા શેડ, ઓટલા અને દુકાનોના વધારાના બાંધકામો તોડી પાડ્યા હતા. આ ઉપરાંત રસ્તા પર અડિંગો જમાવીને ઉભેલી લારી-ગલ્લાઓને પણ હટાવી દેવામાં આવ્યા હતા. શા માટે લેવાયો આ નિર્ણય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે અકસ્માતોનું વધતું પ્રમાણ: ડભોઇ-વડોદરા રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનું ભારણ અતિશય વધી ગયું છે. રસ્તા પરના દબાણોને કારણે વિઝિબિલિટી ઓછી થતા અને રસ્તો સાંકડો પડતા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો હતો.ટ્રાફિકની સમસ્યા: હાઈવે પર આડેધડ ઉભા રહેતા લારી-ગલ્લા અને ગેરકાયદે બાંધકામોને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની હતી. રોડની સુરક્ષા: હાઈવેના નિયમો મુજબ માર્ગની બંને બાજુ ચોક્કસ અંતર સુધી કોઈ પણ બાંધકામ કરી શકાતું નથી, જેનું ઉલ્લંઘન કરનારાઓ સામે આ લાલ આંખ કરવામાં આવી છે.તંત્રની આ કામગીરીને પગલે હાઈવે હવે ખુલ્લો અને પ્રશસ્ત બન્યો છે, જેનાથી વાહનચાલકોને મોટી રાહત મળશે. જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે તંત્ર મોડે મોડે પણ જાગ્યું ખરું ,

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here