ડભોઇ, વડોદરા: જિલ્લા પોલીસ વડાના સચોટ માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત વડોદરા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ડભોઇ તાલુકામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં મોટી સફળતા મેળવી છે LCB ની સફળ રેડ
વિગતવાર માહિતી મુજબ, વડોદરા LCB ની ટીમે ડભોઇ તાલુકાના કાયાવરોહણથી ફોફળિયા જવાના માર્ગ પર નર્મદા કેનાલ પાસેથી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹8,59,800 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે, જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે વિદેશી દારૂની બોટલ: ૩,૧૪૪ નંગ.મોબાઈલ ફોન: ૩ નંગ, જેની કિંમત ₹૧૫,૦૦૦ આંકવામાં આવી છે.

એક આરોપીની ધરપકડ, કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈઆ દારૂના જથ્થા સાથે પોલીસે સન્ની સુરેશભાઈ રાઠોડ (રહે, વલસાડ) નામના એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે વધુ ઊંડી તપાસ કરી રહી છે.
’ઓપરેશન પરાક્રમ’ હેઠળ પોલીસ સક્રિય
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ‘ઓપરેશન પરાક્રમ’ હેઠળ જિલ્લામાં કડક પેટ્રોલિંગ અને ચાપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દારૂની હેરાફેરી, જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ગુનેગારોને ઝડપી પાડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો છે.
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

