VADODARA : ડભોઇ શહેરમાં એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી પીછે ભી આ ગીત જેવો ડભોઇ નગરનો હાલ

0
106
meetarticle

ડભોઇ શહેરમાં એ ભાઈ જરા દેખ કે ચલો આગે ભી પીછે ભી આ ગીત જેવો ડભોઇ નગર નો હાલ છે ડભોઇમાં વરસાદ રુકી ગયો છે છતાં પણ ડભોઇ નગરપાલિકા દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી ડભોઇ ખાડામાં છે કે ખાડામાં ડભોઇ તે દેખાતું જ નથી ખાડા ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે

ડભોઇ શહેરની ચાર ભાગોળો પર ઉપર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ પર પણ મોટા ખાડા જોવા મળી રહ્યા છે ખાડાના કારણે લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે


ડભોઇ નગરમાં જ્યાં પણ જુઓ ત્યાં ખાડા ખાડા ખાડા ખાડા જોવા મળી રહ્યા છે નગરપાલિકાના વહીવટી તંત્ર હાલ વરસાદ રુકી ગયો છે વહેલી તકે ખાડા પૂરે તો નગરજનો ને રાહત થઈ શકે ગણત્રી ના દિવસો બાદ નવરાત્રી ના નવ નવ ગરબા માટે માં ભક્તો ગરબા ની રમઝટ જમાવસે ત્યારે મોડી રાત્રે વ્હીકલો લ ઈ ને યુવક યુવતીઓ અને મહીલા ઑ ખાડા મા ખાબકસે તો જવાબદારી કોની..
ડભોઇ શહેરમાં ચારે દિશામાંથી પ્રવેશ કરો એટલે સૌ પ્રથમ કમરના મણકાં તોડી નાંખે, તેવા રોડનો સામનો કરવો પડે છે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here