VADODARA : ડભોઇ: શિનોર ચોકડીથી નાનોદી ભાગોળ વચ્ચે મુખ્ય માર્ગ પર ડાંગરની કુસ્કી વેરાતા વાહનવ્યવહાર ખોરવાયો; અકસ્માતનો ભય

0
31
meetarticle

ડભોઇથી વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) તરફ જતાં મુખ્ય માર્ગ પર આજે ગંભીર અવ્યવસ્થા સર્જાઈ હતી, જેના કારણે વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડભોઇની શિનોર ચોકડીથી નાનોદી ભાગોળ વચ્ચેના અતિ વ્યસ્ત માર્ગ પર ડાંગરની કુસ્કી (ભૂસું) ભરીને જતી એક ટ્રકમાંથી અચાનક મોટી માત્રામાં આ કુસ્તી રોડ પર વેરાઈ ગઈ હતી. ડાંગરની કુસ્તીના કારણે SOU નો મુખ્ય માર્ગ જોખમી બન્યો


​આ ઘટનાને કારણે સમગ્ર રોડ પર જાણે કે ડાંગરની કુસ્કી નો ઢગલો પથરાઈ ગયો હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. આ માર્ગ SOU તરફ જતો હોવાથી અહીં સતત પ્રવાસીઓ અને સ્થાનિક વાહનોની અવર-જવર રહે છે. રોડ પર પથરાયેલી કુસ્કી ના લીધે વાહનો થોભાવી દેવા પડ્યા: કુસ્તીનો જથ્થો એટલો મોટો હતો કે સુરક્ષાના કારણોસર ફોર-વ્હીલર સહિતના વાહનોના ડ્રાઇવરોને મજબૂરન વાહનો ઊભા રાખી દેવા પડ્યા હતા.
​બાઈક ચાલકો સ્લીપ ખાય તેવો ભય: બાઈક ચાલકો માટે તો આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે. ભૂસું હોવાથી ટાયર સ્લીપ ખાઈ જવાની શક્યતા વધી ગઈ છે, જે ગંભીર અકસ્માત નોતરી શકે છે.વાહન હાંકવામાં તકલીફ: રોડ પર ઉડતી કુસ્તીના કારણે વાહન ચાલકોને વિઝિબિલિટી (દ્રશ્યતા) ની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર તાત્કાલિક પગલાં લે તેવી માંગ
​સમગ્ર માર્ગ પર ફેલાયેલી આ ડાંગરની કુસ્કીના કારણે વાહનવ્યવહાર ખૂબ ધીમો પડી ગયો છે અને અકસ્માતનો ભય તોળાઈ રહ્યો છે. વાહન ચાલકો અને સ્થાનિક લોકો દ્વારા વહેલી તકે માર્ગ અને મકાન વિભાગ અથવા સંબંધિત સરકારી તંત્ર દ્વારા આ જથ્થો હટાવવામાં આવે તેવી તાતી માંગ કરવામાં આવી છે, જેથી વાહનવ્યવહાર ફરી સામાન્ય થઈ શકે અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here