ડભોઇ તાલુકાના કરનેટથી બોરીયાદ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં મુસાફરો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. ડભોઇ અને સંખેડાને જોડતા આ અતિ વ્યસ્ત માર્ગ પર ઉડતી ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.રસ્તાની દુર્દશા: લાંબા સમયથી રોડનું સમારકામ ન થતા ડામર ઉખડી ગયો છે અને માત્ર કાંકરા જ બાકી રહ્યા છે. આ કાંકરાઓ પરથી વાહનો પસાર થતા જ આકાશમાં ધૂળના વાદળો છવાય છે વિદ્યાર્થીઓની મુશ્કેલી: આ માર્ગ પરથી દરરોજ શાળા-કોલેજની બસો અને ખાનગી વાહનો પસાર થાય છે. ધૂળને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે.અકસ્માતનો ભય: ધૂળની ડમરીઓને કારણે સામેથી આવતું વાહન દેખાતું નથી જેના લીધે અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે.હજારો વાહનોની અવરજવર: ડભોઇ-સંખેડાને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીંથી રોજના હજારો વાહનો પસાર થાય છે, જેના કારણે ધૂળની સમસ્યા સતત બની રહે છે.

સ્થાનિકોની માંગ રસ્તા પરથી પસાર થતા મુસાફરો અને સ્થાનિક લોકોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે જેથી ધૂળ ઉડતી બંધ થાય. ઉખડી ગયેલા રસ્તાનું વહેલી તકે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવાતા રસ્તો એટલો ખરાબ છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ છે. ધૂળને કારણે કપડાં અને સ્વાસ્થ્ય બંને બગડે છે. તંત્ર જાગે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે તે જરૂરી છે_
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

