ડભોઇ શહેરની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ચોમાસા દરમિયાન વરસાદની નોંધણી કરવા માટે જે મહત્વનું વરસાદ માપક યંત્ર (Rain Gauge) લગાવવામાં આવ્યું છે, તે હાલ તંત્રની ઉદાસીનતાને કારણે ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યું છે. યોગ્ય જાળવણીના અભાવે આ મોંઘું સાધન ધૂળ ખાઈ રહ્યું છે

અને તેની આસપાસ જંગલી વનસ્પતિનો જમાવડો થઈ ગયો છે.સુરક્ષાનો અભાવ: અગાઉ આ યંત્રની ફરતે રક્ષણાત્મક રેલિંગ લગાવવામાં આવી હતી, જે હાલ ગાયબ છે. રેલિંગ ન હોવાથી સાધન અસુરક્ષિત બન્યું છે ગંદકી અને ઝાડી-ઝાંખરા: યંત્રની આસપાસ મોટા પ્રમાણમાં જંગલી ઘાસ અને ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે, જેના કારણે યંત્ર સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે જાળવણીનો અભાવ સરકારી તંત્રની બેદરકારીને કારણે આ ઉપયોગી યંત્ર ધીમે-ધીમે બગડી રહ્યું છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી ચોમાસામાં નવું યંત્ર વસાવવાની નોબત આવી શકે છે.
સ્થાનિકોની માંગ ડભોઇના જાગૃત નાગરિકોની માંગ છે કે જો આ યંત્રની આસપાસથી તાત્કાલિક ઝાડી-ઝાંખરા સાફ કરવામાં આવે અને મજબૂત બાઉન્ડ્રી કે રેલિંગ ફરીથી લગાવવામાં આવે, તો સરકારી નાણાંનો વ્યય થતો અટકી શકે છે.
”જો અત્યારે આ યંત્રનું સમારકામ અને સફાઈ કરવામાં આવે, તો આગામી ચોમાસામાં તે ફરીથી સચોટ માપણી માટે કામ લાગી શકે તેમ છે. તંત્રએ જાગવાની જરૂર છે સ્થાનિક નાગરિક તંત્ર દ્વારા વહેલી તકે આ અંગે ધ્યાન આપવામાં આવે અને આ સરકારી મિલકતને બચાવવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

