VADODARA : ડભોઇ સરદારબાગ પાસે જીવલેણ બનેલી રેલિંગ, નગરપાલિકાની ઘોર બેદરકારી સામે રોષ

0
19
meetarticle

ડભોઇ ઐતિહાસિક ડભોઇ નગરમાં સરદારબાગનું નવીનીકરણ તો થયું, પરંતુ તેની આસપાસની સુરક્ષા વ્યવસ્થા રામભરોસે હોય તેવું લાગી રહ્યું છે. સરદારબાગ પાસે રોડની વચ્ચે લગાવેલી લોખંડની રેલિંગો અનેક જગ્યાએથી ઉખડી ગઈ છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ ઉભું કરી રહી છે

મુખ્ય સમસ્યાઓ અને જનતાની ચિંતા:​અકસ્માતનો ભય: આંબેડકર ચોકથી લઈને રાધે કોમ્પ્લેક્સ સુધીના માર્ગ પર લગાવેલી રેલિંગ અનેક સ્થળોએથી તેની મૂળ જગ્યાએથી નીકળી ગઈ છે. ચાલુ વાહને જો આ રેલિંગ ધરાશાયી થાય, તો મોટી જાનહાની થવાની ભીતિ સેવાઈ રહી છે.પ્રવાસીઓની સુરક્ષા: હાલમાં જ બનેલા નવા સરદારબાગને જોવા માટે રોજના હજારો પ્રવાસીઓ, વૃદ્ધો અને નાના બાળકો અહીં આવે છે. રેલિંગની હાલત એટલી ખરાબ છે કે તે ગમે ત્યારે કોઈ નિર્દોષ નાગરિક પર પડી શકે તેમ છે.


​ટ્રાફિકમાં અવરોધ: ઉખડી ગયેલી રેલિંગ રોડ તરફ નમેલી હોવાથી વાહનચાલકોએ જીવના જોખમે પસાર થવું પડે છે. રાત્રિના સમયે આ જોખમ બમણું થઈ જાય છે.તંત્ર સામે સવાલ:સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રજા પૂછી રહી છે કે: “જો આ બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત થશે, તો તેનો જવાબદાર કોણ? શું નગરપાલિકા કોઈના મૃત્યુની રાહ જોઈ રહી છે માંગણી: ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો આ ગંભીર બાબતને ધ્યાને લઈ વહેલી તકે રીપેરીંગ કામગીરી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ માર્ગ પર કોઈ દુર્ઘટના સર્જાઈ શકે છે.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here