ડભોઇ ના ગત વર્ષે સગીરા ને ભગાડી ને તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી સામે પોક્સો અને બળાત્કાર ની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો.જે કેસ સેશન કોર્ટ માં ચાલી જતા આરોપી ને 20 વર્ષ ની સજા અને રૂપિયા 25,000નો દંડફટકારાયોહતો.તેમજ ભોગ બનનાર સગીરાનેલીગલ ઓથોરિટી સેલ ને 10.40 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ આપ્યો હતો.

ડભોઈ ના એક ગામ ની સગીરા ને પટાવી ફોસલાવી ધાક ધમકી આપી આરોપી સંજય ઘનશ્યામભાઈ વસાવા નામ નો આરોપી ભગાડી ગયો હતો.જેને મહિનાઓ સુધી પોતાની સાથે રાખી પોલીસ અને સગીરાના પરિજનો ની નજર થી દૂર રહ્યો હતો.સગીરા ને મરજી વિરુદ્ધ શોષણ કરતા સગીરા ગર્ભવતી થઈ હતી.સગીરા ના પરિજનો ની ફરિયાદ આધારે પોલીસે પોક્સો અને બળાત્કાર ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી આરોપી ને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો. બન્ને નું મેડિકલ કરાવી તપાસ ના પુરાવા,સગીરા ની જુબાની અને સરકારી વકીલ ની અસરકારક દલીલો ને ગ્રાહ્ય રાખી ને નામદાર સેશન કોર્ટ ધ્વારા આરોપી ને સજા ફટકારી હતી.સજાના હુકમ માં આરોપી સંજય વસાવા ને 20 વર્ષ ની કેદ અને 25,000 રૂપિયા નો દંડ ફટકાર્યો હતો.તેમજ લીગલ ઓથોરિટી સેલ ને ભોગ બનનાર સગીરા ને રૂપિયા 10.40 લાખ નું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો.આરોપી ને સજા ફટકારતા તેના સગા સબંધીઓ સહિત કોર્ટ પરિસર માં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

