VADODARA : ડભોઈના ફરતીકુઈમાં ‘સચિવાલય’ સમાન પંચાયત ભવન જોખમી છતના પોપડા ખરતા જીવનું જોખમ,આધુનિક પંચાયત ભવનની તાતી માંગ

0
37
meetarticle

ડભોઈ તાલુકાના ફરતીકુઈ ગામે આવેલું ગ્રામ પંચાયતનું મકાન વર્ષો જૂનું અને અત્યંત જર્જરિત બની ગયું છે, જેના કારણે અહીં કામ કરતા તલાટી સહિત ગ્રામજનોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે. આ ‘સ્થાનિક સ્વરાજ્યનું સચિવાલય’ ગણાતું ભવન હવે સુવિધાને બદલે અસુરક્ષાનું કેન્દ્ર બની ગયું છે,

જેને પગલે ગામલોકોએ તાત્કાલિક ધોરણે નવા અને સુવિધાયુક્ત પંચાયત ભવનની માંગ કરી છે મોતની દહેશત: છતમાંથી સળિયા ડોકાયા, પોપડા સતત ખરી રહ્યા છે ફરતીકુઈની ગ્રામ પંચાયતની હાલત એટલી ખરાબ છે કે, છાશવારે છત અને દીવાલોમાંથી મોટા પોપડા ખરી રહ્યા છે. ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા તો સામાન્ય છે, પરંતુ હવે તો જર્જરિત છતમાંથી લોખંડના સળિયા પણ સ્પષ્ટ ડોકાઈ રહ્યા છે.
​ગ્રામજનોના જણાવ્યા મુજબ, પંચાયત મકાનને વર્ષોના વહાણા વીતી ગયા છે અને તેની મરમ્મત શક્ય નથી. ગમે ત્યારે કોઈ મોટી જીવલેણ હોનારત સર્જાય તેવી દહેશત ઊભી થવા પામી છે. પંચાયત તમામ સરકારી કામો, યોજનાઓ અને દસ્તાવેજોનો આધારસ્તંભ છે, અને તેનું જ મકાન જોખમી હોય તો વહીવટી કાર્ય કેવી રીતે થાય જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મૌખિક રજૂઆત


​સ્થાનિક પરિસ્થિતિની ગંભીરતા જોતાં ગામના અગ્રણી રમણીકભાઈ મકવાણાએ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) મમતા હિરપરાને આ મામલે મૌખિક રજૂઆત કરી હતી. DDO મમતા હિરપરાએ પરિસ્થિતિની ગંભીરતાની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની બાહેધરી પણ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.ગ્રામજનોની ઈચ્છા છે કે, આ જર્જરિત પંચાયતની જગ્યાએ ફર્નિચર, વાઈફાઈ (Wi-Fi) જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ નવું ગ્રામ પંચાયતનું મકાન બને.આધુનિક યુગમાં, ગ્રામ પંચાયત એ ગામડાના લોકો માટે સચિવાલય સમાન છે. અહીં જન્મ-મરણના દાખલાથી લઈને આયુષ્યમાન કાર્ડ, જમીનના ઉતારા, વિધવા પેન્શન અને લગ્ન નોંધણી સુધીના તમામ મહત્ત્વના સરકારી કામો ઘર આંગણે પૂરા થાય છે. સુવિધાયુક્ત પંચાયત ભવનથી સમય અને નાણાંનો વેડફાટ અટકાવી શકાય છે ​વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકાર સંસદથી લઈને પંચાયત સુધી સુદ્રઢ, સરળ અને સુવિધાયુક્ત વહીવટ માટે કટિબદ્ધ છે, ત્યારે ગામડાના વિકાસનું નક્કર આયોજન કરતી અને સરકારી યોજનાઓનું અમલ કરતી ગ્રામ પંચાયતનું મકાન પણ સુસજ્જ હોવું અનિવાર્ય છે.સમગ્ર ડભોઈ તાલુકામાં વિકાસની ગતિ તેજ થઈ રહી છે, ત્યારે ફરતીકુઈ ગામના લોકોએ પંચાયતી રાજની હિમાયત કરતી સરકાર સમક્ષ જોખમી મકાનને બદલે ત્વરિત નવા ગ્રામ પંચાયત ભવનની ફાળવણી કરીને ગામજાનોને રાહત થઈ શકે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here