ડભોઈમાં વૉર્ડ નં રમાં ગટરના ગંદા પાણીમાંથી નનામી પસાર થતાં રોષ દર્ભાવતી નગરને બદલે ગટરની નગરી બની ગયેલું ડભોઈ શહેર
ડભોઈ નગર પાલિકાની ડ્રેનેજ શાખાના કર્મચારીઓ, ડ્રેનેજ સમિતિના ચેરમેન અને સુપરવાઈઝરો જાણે ફાટીને આકાશે ગયા હોય એમ ડભોઈને નર્કાગાર બનાવ્યું છે. વોર્ડ નં રના સભ્યને ભાજપ સંગઠન દ્વારા નગરપાલિકામાં ઉપપ્રમુખનુ પદ આપેલ હોવા છતાં વોર્ડની ડ્રેનેજ સમસ્યા યથાવત્ છે. આ વિસ્તારમાં ઠેર-ઠેર ડ્રેનેજ ઉભરાય છે. લોકો નર્કમાં રહેતા હોય એવી સ્થિતિ સર્જાઈ છે

શરમજનક વાત એ છે કે, વિસ્તારમાં મૈયત થયું હતું. વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના ચિફ ઓફીસર અને પ્રમુખ સહિતને ફોન કરી સમસ્યા જણાવી હતી. પણ ડભોઈને જાણે દર્ભાવતી બનાવવુ જ નથી. એમ ડ્રેનેજની સમસ્યાનું નક્કર સમાધાન થતું નથી. આની સાથે વોર્ડ નં ૪ના રેલવે નવાપુરામાં પણ આ જ સ્થિતિ જોવા મળે છે. ડ્રેનેજ શાખાને ડભોઈને દર્ભાવતી બનાવવામાં રસ નથી. એવું સાબિત થાય છે.ડભોઇમાં વૉર્ડ નં.૨માં ગટરના પાણીમાંથી પસાર થઇ રહેલી નનામી સાથે ડાઘુઓ નજરે પડે છે.વોર્ડ નં ૨માં નનામીને લઈ જતાં ડાઘુઓને ફરજિયાત ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થવુ પડયું હતું. જે જોઈ આ વિસ્તારના લોકો સતાધિશો અને કર્મચારીઓને રીતસરના કોસી રહ્યાં છે કે, મોતનો મલાજો તો જળવાવો જોઈએ. આ બનાવ બાદ વોર્ડ નં ૨માં નગરસેવકો સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

