ડભોઈ અધૂરાં કામો અને પાણીની અછતથી લોકો ત્રાહિમામ, નગરપાલિકાનું મૌન ક્યારે તૂટશે ડભોઈ શહેરના મહુડી ભાગોળથી સુંદરકુવા સુધીની પાણીની પાઈપલાઈનનું કામ લાંબા સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારના હજારો નાગરિકોને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

એક તરફ નગરપાલિકા દ્વારા આ વિશાળ વસ્તીને પૂરતું પાણી પૂરું પાડવા માટે કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ અને આક્રોશ ફેલાયો છે.
પાણી માટે પડાપડી: નગરપાલિકાની ઉદાસીનતા મહુડી ભાગોળ, માછી ખાડા અને રેલવે ફાટક નજીકના વિસ્તારમાં હજારો પરિવારો વસવાટ કરે છે.

આટલી મોટી વસ્તી માટે નગરપાલિકા દ્વારા માત્ર એક જ પાણીનું ટેન્કર મોકલવામાં આવે છે. આ એક ટેન્કરથી પાણી ભરવા માટે સવારથી જ લોકોની લાંબી કતારો લાગે છે અને પાણી માટે ભારે ધક્કામુક્કી અને પડાપડી થાય છે. આ પડાપડીના કારણે મહિલાઓ અને બાળકો સહિત અનેક લોકોને ઈજાઓ પહોંચી છે કે, શું પીવાનું પાણી મેળવવા માટે અમારે રોજ લડવું પડશે?” નગરપાલિકાની આ બેદરકારી અને ઉદાસીનતા સ્થાનિકોના જીવ જોખમમાં મૂકી રહી છે.અધૂરાં કામોનો બોજ: સુંદરકુવા રોડ પણદયનીય હાલતમાં
પાણીની સમસ્યા ઉપરાંત, સુંદરકુવા રોડનું કામ પણ અધૂરું હોવાથી લોકોની મુશ્કેલીઓ બમણી થઈ છે.

આ રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો વારંવાર બંધ રહે છે, જેના કારણે લોકોને લાંબા અંતરનો ફેરો ફરવો પડે છે. સ્થાનિકોએ અનેકવાર આ અંગે રજૂઆતો કરી છે, છતાં નગરપાલિકા કે સત્તાધીશો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી.પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે?
સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક આ ગંભીર સમસ્યાઓનું નિરાકરણ લાવે. પાણી પુરવઠા માટે પૂરતા ટેન્કરોની વ્યવસ્થા કરવામાં આવે અથવા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી લોકોને રોજ-રોજ પડાપડી ન કરવી પડે. આ સાથે જ સુંદરકુવા રોડનું અધૂરું કામ પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. જો નગરપાલિકા આ બંને સમસ્યાઓ પર ધ્યાન આપીને ત્વરિત કાર્યવાહી
શું નગરપાલિકા પ્રજાના આ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોઈ પગલાં ભરશે કે પછી લોકોએ આ હાલાકીનો સામનો કરતા રહેવું પડશે? આ પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

