VADODARA : ડભોઈ ખાતે દેવ ઉઠી એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો વાજતે ગાજતે ચૂડગર મહોલ્લા પાસે આવેલ વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરેથી નીકળ્યો

0
47
meetarticle

ડભોઈ ખાતે કારતક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી એકાદશી એ ભગવાન વિઠ્ઠલનાથજી નો વરઘોડો ધૂમ ધડાકા સાથે વાજતે ગાજતે ચૂડગર મહોલ્લા પાસે આવેલ વિઠ્ઠલનાથજી ભગવાન ના મંદિરે થી સાંજના નીકળ્યો હતો. આ ભગવાન ના વરઘોડા માં ભાવિક ભકતજનોએ જોડાઈ ઉમળકા ભેર ભાગ લીધો હતો.

ગત અષાઢ સુદ અગિયારસના દિવસે નગરચર્યા કરી શયનમાં પધારેલા ભગવાન વિઠ્ઠલનાથજી કારતક સુદ અગિયારસ એટલે ચતુરમાસ ની પૂર્ણાહુતિ થતાં શયનમાં થી બહાર આવી ફરી એકવાર ભક્તજનો ને દર્શન આપવા આવ્યા છે. ભગવાન શયનમાં થી બહાર આવતા સમાજ માં શુભ કાર્યો નો આરંભ થશે. લાલબજારના નવ યુવાનો દ્વારા વરઘોડાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી.સાંજ ના વાજતે ગાજતે મંદિરે થી ભગવાન વિઠ્ઠલનાથજી નો ભવ્ય વરઘોડો નગર માં આવેલ મુખ્ય માર્ગો પર નીકળ્યો તે સમયે મોટી સંખ્યા માં ભક્ત સમુદાય વરઘોડા નો અમૂલ્ય લાહવો લેવા જોડાયા હતા. નીકળેલ વરઘોડો એ નગર માં આકર્ષણ જમવાયુ હતું.. વિઠ્ઠલ..વિઠ્ઠલ…વિઠ્ઠલા ના જયઘોષ સાથે નીકળેલ વરઘોડો લાલબજાર, ચોકસી બજાર થઈ નગરમાં ફર્યો હતો. મોડી સાંજે વરઘોડો પુનઃ વિઠ્ઠલ મંદિરે પહોંચ્યો હતો.આગલા દિવસે રાત્રિ ના ભજન સંધ્યા નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અગાઉ વરઘોડા ના આરંભે નગર ના ભક્તો દ્વારા ભગવાન નું શ્રદ્ધા પૂર્વક પૂજન – અર્ચન કરવામાં આવ્યું હતું. વરઘોડો નીકળતા પહેલા મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, શૃંગાર આરતી અને ત્યારબાદ રાજભોગ માં આરતી કરવામાં આવી હતી તે સમયે આ અમૂલ્ય લાહવો લેવા શ્રદ્ધાપૂર્વક ભક્ત સમુદાયે ભાગ લીધો હતો અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી જ્યારે શયન આરતી નિજ મંદિરમાં રાત્રીના થઈ હતી. વરઘોડો નગર માં નીકળતા જ લોકો આ દર્શન નો લાહવો લેવા રાજમાર્ગો પર આવી ગયા હતા અને પાલખી માં બિરાજમાન ભગવાન ના દર્શન કર્યા હતા. મહાનુભાવો અને રાજકીય અગ્રણીઓ ઉત્સાહભેર વરઘોડા માં જોડાયા હતા.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here