ડભોઈ તાલુકા ના ચાંદોદ વિભાગમાં આડેધડ વૃક્ષોનું નિકંદન કરી ગેરકાયદે લાકડાનો વેપલો થતો હોવાની વ્યાપક બૂમો ઉઠી છે ત્યારે વન વિભાગ દ્વારા ગતરોજ ગેરકાયદે પંચરાવ લાકડા ભરેલો ટેમ્પા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ પંથકમાં પરમિશન વિના વૃક્ષો કાપી ને તેને સગે વગે કરી ને રોકડી કરી લેવાનો મોટા પાયે ગેરકાયદેસર ધંધો ફુલ્યો ફાલ્યો છે અને તેમાંય બે વેપારીઓ વચ્ચે તો જાણે રીતસરની કોમ્પિટિશન જામી હોય તેમ વન વિભાગની ઐસી કરી ને ગેરકાયદેસર વૃક્ષોના છેદન કરવામાં એકબીજાથી સવાયા સાબિત થવાની હોડ લગાવી રહ્યા છે તેમ છતાં સ્થાનિક સરપંચો માત્ર મુક પ્રેક્ષક ની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે ચાંદોદ વિભાગના આવા તત્વો નાથવા વન વિભાગે કમરકસી છે ત્યારે ગત રાત્રિના ચાંદોદ ગામના રોડ પર ખીચો ખીચ પંચરાઉ લાકડા ભરીલો ટેમ્પો આવતા નવનિયુક્ત ડી એફ ઓ રૂપક સોલંકી વન વિભાગ છોટાઉદેપુર, એ સી એફ બોડેલી જે કે સોલંકી, બોડેલી મોબાઇલ સ્ક્વોડના ના આરએફઓ વનરાજસિંહ સોલંકી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી રેન્જ મોબાઇલ સ્કવોડ ના ફોરેસ્ટર સમુદ્દીન મકરાણી તેમજ અર્જુન રાઠવા અને ધર્મેન્દ્ર રાઠવા ચાંદોદ મુકામે રોડ પર રાત્રિના પેટ્રોલિંગમાં હતા દરમિયાન પાસ પરમિટ વગરનો આઇસર ટેમ્પો પંચરાઉ લાકડા ભરીને પસાર થતો હોય ટેમ્પોચાલક ની પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમિટ કે કાગળો હતા નહીં જેથી ગેરકાયદે બિન પરવાનગીએ લાકડા ભરીને જતા આઇસર ટેમ્પો સહિત મુખ્ય આરોપી ચાંદોદ નવા માંડવા ના રાજ વસાવા તેમજ ટેમ્પોચાલક ને પકડી પાડી નસવાડી રેન્જ ખાતેના સેલ ડેપો પર ટેમ્પાને જમા કરાવી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

