ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન: ખરીફ પાકના સર્વેની કામગીરી પૂર્ણ ડભોઈ તાલુકામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું મોટું નુકસાન થયું છે. ખેડૂતોની હાલાકીને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારના આદેશ અનુસાર, ડભોઈ તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે.

સર્વેની કુલ ગામો: ડભોઈ તાલુકાના 18 ગામોમાં નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો.સર્વે ટીમ: ખેતીવાડી અધિકારીઓ દ્વારા અલગ-અલગ 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી.
નુકસાન પામેલા પાકો: સર્વેમાં મુખ્યત્વે ડાંગર, કપાસ, તુવેર, સોયાબીન, મગ, અડદ, મઠ અને દિવેલા સહિતના મહત્વના પાકોમાં થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવ્યો છે.

સરકારમાં અહેવાલ મોકલવાની તૈયારી: દરેક ખેડૂતને ચૂકવણું સુનિશ્ચિત કરાશે અંગેની વધુ માહિતી આપતા મહેશભાઈ ચૌધરી, મદદનીશ ખેતી નિયામક, ડભોઈએ જણાવ્યું કે:કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનીનો તમામ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. આ સર્વેનો સંપૂર્ણ અહેવાલ અમે ગવર્નમેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે. અમે એવો અહેવાલ તૈયાર કર્યો છે કે જેથી દરેક અસરગ્રસ્ત ખેડૂતને ચૂકવણું થઈ શકે.તેમણે ઉમેર્યું કે, “અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે ચૂકવણીનું નક્કી કરવામાં આવશે, તે મુજબ દરેક ખેડૂતને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે. સર્વે પૂર્ણ થતાં, ખેડૂતોને આશા છે કે સરકાર વહેલી તકે વળતરની મળે અને સહાય ચૂકવવાથી તેમને થયેલા આર્થિક નુકસાનમાંથી થોડી રાહત મળશે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

