VADODARA : ડભોઈ તાલુકામાં રખડતા કૂતરા પકડવાની કામગીરીમાં શૂન્ય એવા તલાટીઓ કયા મૂહુર્તની રાહ જુએ છે?

0
34
meetarticle

ડભોઈ તાલુકા ની 83 ગ્રામ પંચાયતો ના 118 ગામો માંથી રખડતા, ભટકતા કૂતરાઓ ને પકડવા માટે તલાટીઓ ને લેખિત પરિપત્ર ધ્વારા આદેશ અપાયા છે.છતાં હજુ સુધી રખડતા કૂતરાઓ ને પકડવાની કામગીરી માટે નું કોઈ આયોજન તલાટીઓ ધ્વારા જણાયું નથી.

જેથી ગ્રામ્ય વિસ્તારો માં નજીક ના સમય માં પણ રખડતા કૂતરો ની ફરિયાદ નો અંત આવે તેવું લાગતું નથી. રાજ્ય સરકાર ના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ના કમિશનરે ગામડાઓ માં રખડતા કૂતરાઓ ને પકડવા માટે તલાટીઓને આદેશ કર્યો છે.

જે આદેશનો પરિપત્ર પણ તલાટીઓ ને મળી ગયેલ છે. તેમ છતાં હજુ સુધી ગામડાઓમાં તલાટીઓ ધ્વારા રખડતા કૂતરા પકડવાની કામગીરી શરૂ કરાઈ નથી.જેના કારણે રખડતા
કૂતરાઓ નો ત્રાસ પણ યથાવત રહેવા પામ્યો છે.ત્યાં બીજીબાજુ ગામડાઓ માં કેટલાક લોકો કૂતરાઓ કરડવાના અસંખ્ય બનાવો, અમુક વ્યક્તિને અથવા પશુ ને કૂતરાના કરડવાથી હડકવા ચડવાના બનાવો થી પણ લોકો હેબતાઈ ગયા છે.અને કૂતરાઓ નો ભય ઊભો થવા પામ્યો છે.ત્યારે હાલ માં તલાટીઓ ને SIR ની કામગીરી માં BLO તરીકે તો વળી કૃષિ સહાય ની કામગીરી પણ ચાલતી હોય તલાટીઓ પાસે કૂતરા પકડવાનો સમય ક્યાંથી હોય. તલાટીઓ ને કુતરા પકડવાની તાલીમ પણ અપાઈ નથી. જેથી તાલીમ વિના કૂતરા પકડવા જોખમી પણ લાગી રહ્યા છે. જેથી તલાટીઓ એ ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં હાલ સુધી કૂતરા પકડવાની કામગીરી શરૂ કરેલ નથી.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here