વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થધામ ચાણોદ ખાતે નવા વર્ષ નો પ્રથમ માસ કાર્તિક માસ ના ચૌદસ પૂનમ ના નર્મદા સ્થાન તેમજ પિતૃ શ્રાદ્ધ અર્પણ માટે મોટી સંખ્યામાં સુરત થી રાણા સમાજના પરિવાર બંધુઓ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે તેમજ પૂનમે અમદાવાદ ખાતેથી દેવીપુજક સમાજ જ્ઞાતિબંધુઓ સહ પરિવારજનો મોટી સંખ્યામાં ચાણોદ ખાતે આવી પોતાના સજનો નું પિતૃ શ્રાદ્ધ તર્પણ શ્રદ્ધા આસ્થા સાથે કરાવે છે નર્મદા નદીમાં શ્રદ્ધા સાથે પિતૃઓના મોક્ષની કામના સાથે પિંડનો વિસર્જન કરે છે

સાથે સાથે પવિત્ર નર્મદા જી ના સ્નાન પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે
આજરોજ કારતકી ચૌદસ અનુલક્ષીને સુરત તરફથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચાણોદના સુપ્રસિધ્ધિ મલ્હારાવ ઘાટે નર્મદા ના સાનિધ્યમાં વહેલી સવારે પ્રાતઃ પિતૃ તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરાવ્યું હતું તેમ જ નર્મદા નદીમાં શ્રદ્ધા અને આસ્થા સાથે ડૂબકી લગાવી હતી શ્રીફળ દૂધ ચુંદડી ચઢાવી ધન્યતા અનુભવી હતી. આવતીકાલે પૂનમ અનુલક્ષીને અમદાવાદ ખાતેથી દેવીપુજક સમાજ ના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ચાણોદ ખાતે પિતૃ દર્પણ શ્રદ્ધા કર્મ કરાવશે નર્મદા સ્નાન નો લાભ ઉઠાવશે

ચાણોદ ખાતે કારતક માસ પિતૃ શ્રદ્ધા માટે ધસારો રહેતો હોય છે ત્યારે ચાણોદ ખાતે આવનાર ટ્રાફિક ખાનગી વાહનો નો જમાવડો રસ્તા પર રહેતા યાત્રિકોને આવા જવાની તકલીફ રહેતી હોય મુસાફરો એ નવા માંડવા ખાતે થી ચાલતા આવું જવું પડતું હોય છે સરકારી દવાખાને હાલ હંગામી બસ સ્ટેન્ડ ની જગ્યા ખાતે બહારથી આવતાં વાહનો ખડકાઈ જતા હોય જેથી એસટી બસ ને વાળવા તકલીફ સર્જાતી હોય ત્યારે બસ સ્ટેન્ડ ખાતે કાયમી પોલીસ બંદોબસ્ત ગોઠવવો જરૂરી છે
REPOTER : મુકેશ ખત્રી ચાદોદ

