ડભોઈ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભાન ભૂલ્યા હતા. અને સખીઓ સાથે કર્યુ નૃત્ય હતું. તો શું આ પટાંગણ હવે કારોબારી ચેરમેન સિવાય આમ મહિલાઓને કિટી પાર્ટી મળે મળશે કે કેમ ડભોઈ નગરપાલિકા પટાંગણ હવે કિટી પાર્ટી પ્લોટ બની ચૂક્યો છે કે શું કારોબારી ચેરમેન છે. તો શું તેઓએ કિટી પાર્ટી યોજવા વહીવટી મંજૂરી લીધી હતી કે કેમ નગરપાલિકા જગ્યાએ પટાંગણમાં મહિલાઓનો લોકદરબાર યોજી મહિલાઓને સમસ્યા પણ આ કારોબારી ચેરમેન સાંભળી દૂર કરશે કે કેમ તેવા સવાલો ઊભા થઈ ગયા છે.ડભોઈ પાલિકા નગરજનો ના પ્રશ્નો પ્રત્યે આંખ આડા કાન કરે છે. જેને લઈ નગરજનોમાં નારાજગી હોમાય એમ કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં પોતાની સખીમિત્ર મંડળ સાથે કીટી પાર્ટીનુ આયોજન કર્યું હતું. જેમાં નવરાત્રીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગરબા રમાડાયા હતા. ભાન ભૂલેલા પાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોની ઝૂમ ઝૂમ ઝૂમ માડી ઝાલર તારા વાગે સે ગીત પર નૃત્ય પણ કર્યું હતું. જેનો વીડિયો સોશિયલ વાયરલ થયો હતો ડભોઇ પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા યોજાયેલ કિટીપાર્ટી તેઓના મોબાઇલ સ્ટેટ્સ ઉપર મૂકવામાં આવ્યું હતું.કારોબારી ચેરમેનનો ટેલિફોનિક સંપર્ક ન થઇ શક્યો

ડભોઇ નગરપાલિકાના કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ પાલિકા પટાંગણમાં જ વહીવટી મંજૂરી વિના કિટ્ટી પાર્ટી યોજી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. જે બાબતે તેઓને પૂછવા માટે પ્રથમવાર મોબાઈલથી સંપર્ક કરતા તેઓએ ફોન કાપી નાખ્યો હતો. વારંવાર બે વાર ફોન કરવા છતાં પણ રીપ્લાય આપેલ નથી.
મીડિયામાં વાઈરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. નગરજનો બિસ્માર રોડ, ડ્રેનેજ અને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ત્યારે પાલિકાના કારોબારી ચેરમેનની કિટ્ટી પાર્ટીએ ચકચાર જગાવી છે. નગરજનોમા ચર્ચા છે કે, કારોબારી ચેરમેન તેજલબેન સોનીએ વહીવટી મંજૂરી લીધી કે પછી મનમાની કરી? નગરમાં પાલિકાના રેઢિયાળ વહીવટ સાથે મહિલાઓને ઘણી તકલીફ પડે છે. ત્યારે મહિલાઓનો લોક દરબાર યોજી તેમની સમસ્યાઓ સાંભળવા તેનું નિરાકરણ લાવવા તરફ ધ્યાન આપે તો નવીન બનેલ નવીન પટાંગણમાં કંઈક નવું જોવા મળ્યું હોત. પણ આ નગર પાલિકા સ્થાનિક સ્વરાજયની સંસ્થા છે. ત્યારે આ બનાવને લઈ જાગૃત નાગરિકો પ્રાદેશિક કમિશનરમા રજૂઆત કરવાનુ મન બનાવી ચુકયા છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

