ડભોઈ પાસેથી કારમાં રૂા.4 લાખના દારૂ સાથે બૂટલેગર ઝડપાયો ડભોઈ પોલીસ દ્વારા સ્કોર્પિયો કારમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થાને ડભોઈના થરવાસા બ્રિજ નજીકથી ઝડપી પાડી રૂા. 4,06,722નો દારૂનો જથ્થો સહિત એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ડભોઈ પીઆઈ કે જે ઝાલાને પાક્કી બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કંપનીની સફેદ કલરની સ્કોર્પિઓ કાર ભાટપુર તરફથી આવી હાડોદ ચોકડી થઈ કરનેટ વાળા રોડે ડભોઈથી કાયાવરોહણ તરફ જવાની છે.

જે બાતમી આધારે ડભોઈ પોલીસના જવાનો થરવાસા બ્રિજ નજીક વોચમાં હતા. તે દરમિયાન બાતને આધારની કાર આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી તપાસ કરતા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પ્લાસ્ટિકના કોટરીયા તેમજ બિયરના ટીન મળી કુલ 1686 બોટલ કિંમત રૂા. 4,06,722નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેરસિંગ નાયકા ચૌહાણ રહેવાસી દરખડ લાકડીયા ફળિયુ તા. કાઠીવાડા જિ. અલીરાજપુર મ. પ્ર.ની ધરપકડ કરી. કુલ મુદ્દા માલ 5,59,722 નો કાર સહિતનો જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

