VADODARA : ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય રણજીતસિંહ રાઠોડની મુલાકાત વકીલોના પ્રશ્નો અંગે કર્યો સંવાદ

0
24
meetarticle

ડભોઈ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને ગુજરાત વકફ બોર્ડના જાણીતા સભ્ય અને એડવોકેટ રણજીતસિંહ એ. રાઠોડ દ્વારા ડભોઈની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ડભોઈ સિવિલ કોર્ટમાં હાજરી આપી સ્થાનિક વકીલો સાથે વિવિધ વિષયો પર વિસ્તૃત સંવાદ કર્યો હતો

વકીલોના હિત માટે માર્ગદર્શન એડવોકેટ રણજીતસિંહ રાઠોડ લાંબા સમયથી સમગ્ર ગુજરાતના વકીલોના પડતર પ્રશ્નો અને તેમના કલ્યાણ માટે સક્રિયપણે લડત લડી રહ્યા છે. ડભોઈ મુલાકાત દરમિયાન તેમણે ​વકીલોને પડતી વ્યાવહારિક મુશ્કેલીઓ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી આ મુશ્કેલીઓનું કાયદાકીય નિરાકરણ કેવી રીતે લાવી શકાય તે અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું વકીલોના હિતોના રક્ષણ માટે બાર કાઉન્સિલની કટિબદ્ધતા દર્શાવી ડભોઈ બાર એસોસિએશન દ્વારા ભવ્ય સ્વાગતડભોઈ બાર એસોસિએશન દ્વારા રણજીતસિંહ રાઠોડનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાર એસોસિએશનના હોદ્દેદારો અને વરિષ્ઠ વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ આરીફ એચ. મકરાણી, ઉપપ્રમુખ રાજેશ વસાવા, મંત્રી મોહસીન આઈ. મન્સૂરી, અને સહ-મંત્રી અનુજ જે. બારોટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત જાણીતા એડવોકેટ જાવેદખાન પઠાણ, લતીસભાઈ સી. પટેલ, એલ. જે. પટેલ ડી. આર. શાહ સહિતના વકીલ મિત્રોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here