VADODARA : ડભોઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી બની મોતના સમાન ગમે ત્યારે સર્જાઈ શકે છે મોટી હોનારત

0
29
meetarticle

ડભોઈ ગુજરાત સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયા અને આધુનિક કચેરીઓના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈની મદદનીશ ખેતી નિયામકની કચેરી તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો બની રહી છે. વર્ષો જૂની આ કચેરી હાલ જર્જરિત હાલતમાં છે અને છત પરથી સિમેન્ટના પોપડા ઉતરી રહ્યા છે, જેના કારણે અહીં આવતા ખેડૂતો અને કર્મચારીઓના જીવ જોખમમાં મુકાયા છે.


​ચાર તાલુકાનું કેન્દ્ર, છતાં હાલત કંગાલ
​આ કચેરી માત્ર ડભોઈ પૂરતી મર્યાદિત નથી. અહીં ડભોઈ, શિનોર, વાઘોડિયા અને કરજણ એમ ચાર મહત્વના તાલુકાના ખેતીવાડીને લગતા કામો થાય છે. રોજના સેંકડો ખેડૂતો પોતાની અરજીઓ અને પ્રશ્નો લઈને અહીં આવે છે, પરંતુ કચેરીની હાલત જોઈને તેમને ફાળ પડી રહી છે મુખ્ય સમસ્યાઓ જે જીવલેણ બની શકે છે છત પરથી ખરતા પોપડા: ઓફિસમાં બેસવાની જગ્યાએ જ ઉપરથી પોપડા ખરી રહ્યા છે. અનેકવાર ચાલુ કામકાજ દરમિયાન પોપડા પડવાની ઘટનાઓ બની છે દસ્તાવેજોની સુરક્ષા શૂન્ય: ચોમાસા દરમિયાન છત પરથી પાણી ટપકે છે, જેના કારણે ખેડૂતોના મહત્વના રેકોર્ડ અને સરકારી દસ્તાવેજો પલળીને નાશ પામી રહ્યા છે.


​કચેરી કન્ડમ જાહેર: સ્થાનિક સ્તરે આ આખી ઇમારતને ‘કન્ડમ’ (વપરાશ માટે અયોગ્ય) માનવામાં આવે છે, છતાં પણ અહીં જીવના જોખમે વહીવટી કામ ચલાવવામાં આવી રહ્યું છે.રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં
​મળતી માહિતી મુજબ, આ કચેરીને નવી બનાવવા માટે અને રિપેરિંગ માટે અધિકારીઓ દ્વારા અનેકવાર લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. રાજ્યમાં અન્ય કચેરીઓ આધુનિક બની રહી છે, પરંતુ ચાર-ચાર તાલુકાના ખેડૂતોની ચિંતા કરતી આ કચેરી માટે સરકાર પાસે હજુ સુધી બજેટ કે સમય નથી તેમ જણાય છે ખેડૂતોની માંગ: “જો સત્વરે આ કચેરીનું નવું બાંધકામ કરવામાં નહીં આવે, તો કોઈ મોટો અકસ્માત સર્જાશે તેની જવાબદારી કોની રહેશે? સરકાર તાત્કાલિક નવી કચેરી બનાવે તેવી અમારી માંગ છે.”

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here