VADODARA : તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાનું વાવેતર કરનાર ત્રિપુટી ઝડપાઇ

0
50
meetarticle

તરસાલી બ્રિજ નજીક ગેરેજમાં ગાંજાના છોડનું વાવેતર કરનાર ત્રિપુટીને પોલીસે ઝડપી પાડી ૧૩.૭૫૦ કિલો ગાંજો કબજે કર્યો છે. જ્યારે માંજલપુર અને મકરપુરા વિસ્તારમાંથી પણ ગાંજા સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

કપુરાઇ  પોલીસને માહિતી મળી હતી કે, નેશનલ હાઇવે – ૪૮ તરસાલી બ્રિજથી જાંબુવા બ્રિજ તરફ જતા શ્રી સાંવરિયા ઢાબા પાસે લોખંડના પતરાવાળા ગેરેજમાં ગાંજાનું વાવેતર કરતા  વિજયકુમાર દુંખીરામ ગૌતમ ( મૂળ રહે. યુ.પી.), કુલદીપ શેરસિંગ જટાન ( મૂળ રહે. હરિયાણા) તથા એક સગીરને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૧૩.૭૫૦ કિલો વજનના ચાર છોડ કિંમત રૃપિયા ૬.૮૭ લાખ, ત્રણ મોબાઇલ ફોન સહિત ૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.માંજલપુર  પોલીસે  હરિભાઇ મોહનભાઇ કહાર (રહે.  પારસી ભિસ્તા વિશ્વામિત્રી ટાઉનશિપની બાજુમાં, વડોદરા) ને ૬૮૪ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૩૪,૨૦૦ સાથે ઝડપી પાડયો છે.  પોલીસે રોકડા, મોબાઇલ ફોન સહિત ૪૧,૭૨૦ રૃપિયાન મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી સામે એન.ડી.પી.એસ.ના બે ગુના દાખલ થયા છે.

મકરપુરા પોલીસે કારમાં ગાંજો લઇને જતા પ્રિતુલભાઇ મહેશભાઇ પાટણવાડિયા (રહે. જયરામ નગર, મકરપુરા, મૂળ રહે. શિનોર) ને ઝડપી પાડયો છે. પોલીસે ૬૩.૯૭ ગ્રામ ગાંજો કિંમત રૃપિયા ૩,૨૦૦, કાર, મોબાઇલ અને રોકડા સહિત  કુલ ૧૦.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપી સામે અગાઉ એન.ડી.પી.એસ., અકસ્માત,દારૃ સહિતના ચાર ગુના નોંધાયા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here