વડોદરા શહેરમાં ફરી એકવાર ઠંડીનો માહોલ જામ્યો છે. બે દિવસ અગાઉ તાપમાન ૧૫ અંશ સેન્ટિગ્રેડ રહ્યા બાદ ગઈકાલે 14.4 અંશ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ત્યારબાદ આજે તાપમાનનો પારો 0.4 અંશ સેન્ટિગ્રેડ ગઈકાલ થતા ઠંડીનો ચમકારો જણાયો હતો. ઉત્તર- પૂર્વ તરફથી ઠંડા પવન ફૂંકાવાના કારણે ઠંડીમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો હજી પણ વધવાની શક્યતા નકારી શકાતી નથી.

ડિસેમ્બર મહિનાના પ્રારંભ સાથે ઠંડી હવે ધીમે ધીમે જમાવટ કરી રહી છે. જેમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરિણામે સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જણાય છે. રાત્રિના સમયે ઠંડીના કારણે રોડ રસ્તા પર તેની અસર પણ જોવા મળે છે. વાહન વ્યવહારમાં પણ દ્વિ ચક્રી વાહનો ખાસ જોવા મળતા નથી. દરમિયાન હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગઈકાલે શુક્રવારે લઘુતમ ઉષ્ણતામાનનો પારો 14.4 અંશ સેન્ટિગ્રેડ રહ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાનનો પારો 29.6 અંશ ડિગ્રી એમ સી એસ રહ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે ઓછામાં ઓછું તાપમાન ૧૪ અંશ સેન્ટિગ્રેડ રહ્યું હતું. જે ગઈકાલના પ્રમાણમાં 0.4 અંશ સેન્ટિગ્રેડ ઓછું રહ્યું હતું. પરિણામે ઠંડીનો ચમકારો ગઈકાલ કરતા આજે પ્રમાણમાં વધુ રહ્યો હતો.
આમ ઉષ્ણતામાનનો પારો દિન પ્રતિદિન નીચો જતા ઠંડીના ચમકારામાં વધારો થયો છે. પરિણામે વહેલી સવારે કામ ધંધે દ્વિચક્રી વાહન પર જતા લોકોને પણ ઉની વસ્ત્રો પહેરીને જવાની અને માથું ઢાંકીને નીકળવાની ફરજ પડે છે. આ ઉપરાંત રાજમહેલ રોડ પરના ઉની વસ્ત્ર બજારમાં પણ લોકોની ભીડ વધી રહી છે. આવી જ રીતે સમી સાંજથી જ ઠંડીનો માહોલ જામી જતા દ્વિચક્રી વાહનો રોડ રસ્તા પર ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

