VADODARA : તાલુકા કલાઉત્સવમાં પ્રથમ નંબરે નિલ કાપડીયા શ્રી એમ. એચ. દયારામ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું….

0
40
meetarticle

તાલુકા કલાઉત્સવમાં પ્રથમ નંબરે નિલ કાપડીયા શ્રી એમ. એચ. દયારામ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું.
ડભોઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડીયા નિલ તાલુકા કલાઉત્સવ ૨૦૨૫ -૨૬ માં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર ડભોઈ તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળા ના પ્રમુખ શ્રી દિપકભાઇ તેમજ શાળા ના મુખ્યશિક્ષિકા જયશ્રીબેન ગજ્જર નું ગૌરવ વધાર્યું.

તા: ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ તેનતલાવ ખાતે ડભોઈ તાલુકાની આ ગુજરાત@૨૦૨૫ થીમ અંતર્ગત વાદન સ્પર્ધામાં જુદા જુદા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમાંથી શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળા, ડભોઈ નો વિદ્યાર્થી નિલ કાપડીયા સંગીતવાદન સ્પર્ધામાં હાર્મોનિયમ સાથે પ્રથમ નંબર મેળવી વિજેતા થયા છે.જેમાં નીલ કાપડીયા ને શાળા ના પ્રમુખ શ્રી દિપકભાઇ ભોઈવાલા એ પણ શાળા પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

REPORTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here