VADODARA : તીર્થધામ ચાણોદ થી વહેલી જવાની નવી બસ શરૂ થતા આનંદી લહેર

0
32
meetarticle


નવી શરૂ થયેલ બસ સવારે ડભોઇ થી ચાણોદ આવી ૬ કલાકે આવશે જે પરત ડભોઇ જવા રહેવાના થશે .આજ બસ ડભોઇ થી હિંમતનગર એક્સપ્રેસ તરીકે મુકાશે જેનો લાભ ચાણોદ પંથક ના મુસાફરોને વિદ્યાર્થીઓને યાત્રીઓનો મળશે મુસાફરો ને બસ બદલવી નહીં પડે .બસ શરૂ કરાયે ૫ થી ૬ દીવસ થયા પણ બસ શરૂ થઈ હોવાની જાણ ઘણા ઓછાં ને….
ડભોઇ એસટી સૂત્ર આ જણાવ્યા પ્રમાણે વહેલી સવારે ડભોઇ થી ચાણોદ અને ચાણોદથી ડભોઇ લોકલ બસ એ રહેશે જે બસ ડભોઇ થી વડોદરા હિંમતનગર એક્સપ્રેસ બસ તરીકે રહેશે ન જણાવ્યું હતું જેથી ઉપરોકત બસનો લાભ ચાણોદ થી ડભોઇ સુધી વચ્ચે આવતા વિદ્યાર્થીઓ ને ડભોઇ વડોદરા તરફ અબડાઉન કરવા જતાં વિદ્યાર્થીઓને વચ્ચે આવતા ગામોના મુસાફરોને પણ બહોળો લાભ મળી શકશે નું જણાવ્યું હતું.


સાંજે વડોદરા કીર્તિસ્તંભ થી ૫.૩૦ થી ૬ ના સમયમાં ચાણોદ ની બસ શરૂ કરાય તો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને તેમજ વેપારીઓ નોકરિયાતો ને લાભ મળી રહે
તીર્થધામ ચાણોદ ખાતેથી વડોદરા તરફ જવા વહેલી સવારે પાંચ કલાક ની બસ લોકલ પછી સીધી એસટી ડેપો તરફ જવા બીજી 9 કલાક ની એક્સપ્રેસ ડાકોર અંબાજી સિવાય કોઈ બસ ન હતી જેથી ચાણોદ તરફથી વડોદરા અમદાવાદ સુરત તરફ જવા વહેલી સવારે બીજી એક બસ ની જરૂરિયાત રહેતી હતી ભૂતકાળમાં ચાણોદ થી ડભોઇ વડોદરા થઈ હિંમતનગર ડભોઇ ડેપોની બસ ચાલતી હતી જે નો બહોળો ઉપયોગ ચાણોદ પંથકના વિદ્યાર્થીઓ મુસાફરો યાત્રિકો કરતાં હતા પણ પાછલા વર્ષોમાં બંધ થઈ જતાં બસ શરૂ કરવા ભૂતકાળમાં પણ માંગ ઉઠી હતી.


ડભોઇ એસટી તંત્ર દ્વારા જે બસ ડભોઇ થી હિંમતનગર ચાલી રહી હતી જે બસ ને ફરી વહેલી સવારે છ કલાકના સમયગાળામાં ડભોઈ થી ચાણોદ આવી પરત ડભોઇ સુધી લોકલ તરીકે દોડાવવા તેમજ ડભોઇ થી વડોદરા હિંમતનગર એક્સપ્રેસ બસ તરીકે ચાલુ રહેશે નો એસટી સૂત્ર એ જણાવ્યું. સવારે ડભોઇ થી ચાણોદ અને ચાણોદ થી ડભોઇ સુધી બસ લોકલ તરીકે દોડશે જેથી કરીને ચાણોદ નાના કરવા સતીષણા તેનતલાવ શંકરપુરા જેવા નાના ગામો માંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ મુસાફરો ને પણ લાભ બસ તો મળી શકે સાથે સાથે ડભોઇ થી આગળ વડોદરા હાલ હિંમતનગર હાલોલ તરફ જતા મુસાફરોને પણ ચાણોદ વિભાગમાંથી જવા માટે લાભ મળી શકે તેમ જ સેન્ટ્રલ એસટી ડેપો માંથી અમદાવાદ સુરત તરફ જવા રેલવે મુસાફરીમાં પણ પહોંચવા સુગમતા મળી શકશે . ઉપરોક્ત બસ સવારે 6:00 કલાકે આવી હોલ્ડિંગ કર્યા બાદ પરત ડભોઇ જશે ઉપરોક્ત બસ જ ડભોઇ થી વડોદરા હિંમતનગર જવા રવાના થશે જેથી ચાણોદ તરફથી વડોદરા જવા મુસાફરોને બસ બદલવી નહીં પડે ઉપર બસ ચાલુ થતા ચાણોદ વિભાગમાં આનંદની લહેર જોવા મળી છે એસટી સૂત્ર ડભોઇના જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત બસ ના સમયમાં થોડો ઘણો ફેરફાર થતા 7:00 વાગે ડભોઇ પરત ફરે એ દિશામાં વિચારણા ચાલી રહી છે.

REPORTER : મુકેશ ખત્રી ચાદોદ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here