VADODARA : થાઈલેન્ડથી ગુજરાતમાં હાઈબ્રિડ ગાંજો સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર કલકત્તા એરપોર્ટ પરથી ઝબ્બે: વડોદરા પોલીસની લુક આઉટ નોટિસના આધારે મોટી સફળતા

0
21
meetarticle

વડોદરાના તાંદલજા વિસ્તારમાંથી ઝડપાયેલા કરોડોના હાઈબ્રિડ ગાંજાના કેસમાં વડોદરા પોલીસને આંતરરાષ્ટ્રીય સ્તરની સફળતા મળી છે. થાઈલેન્ડ બેઠા-બેઠા ગુજરાતમાં નશાનો કારોબાર ચલાવતા અને છેલ્લા લાંબા સમયથી વોન્ટેડ મુખ્ય આરોપી કેવિન નિલેશભાઈ ખેનીને કલકત્તા એરપોર્ટ પરથી ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા પોલીસે અગાઉ જાહેર કરેલી ‘લુક આઉટ નોટિસ’ને પગલે કેવિન જેવો વિદેશથી કલકત્તા એરપોર્ટ પર ઉતર્યો કે તુરંત જ એરપોર્ટ ઓથોરિટીએ તેને દબોચી લીધો હતો, ત્યારબાદ ટ્રાન્સફર વોરંટના આધારે વડોદરા પોલીસે તેનો કબજો મેળવ્યો છે.


​ગયા વર્ષે જે.પી. રોડ પોલીસ મથકમાં નોંધાયેલા આ હાઈપ્રોફાઇલ કેસમાં પોલીસે અગાઉ આદીબ પટેલ અને તેના પિતા સહિત કુલ ૪ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે કેવિન ખેની થાઈલેન્ડમાં બેસીને ‘હાઈવીક સોસાયટી-૨૮’ નામના કેફેની આડમાં આ નશીલા પદાર્થોનું નેટવર્ક ચલાવતો હતો અને મળતિયાઓ મારફતે એર કાર્ગો દ્વારા ગાંજાનો જથ્થો સુરત અને વડોદરા મોકલતો હતો. આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં કેવિન મુખ્ય કડી હોવાનું મનાય છે. હાલ પોલીસ તેની આકરી પૂછપરછ કરી રહી છે કે થાઈલેન્ડથી મોકલાયેલો આ જથ્થો એરપોર્ટ પર કોણ રિસીવ કરતું હતું અને આ જાળમાં અન્ય કેટલા મોટા માથાઓ સામેલ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here