VADODARA : દબાણ હટાવ ઝુંબેશ જારી : કલાલી-ખિસકોલી સર્કલ આસપાસના 20 શેડ તોડ્યા

0
55
meetarticle

વડોદરા શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ત્રાટકેલી દબાણ શાખાની ટીમે ખિસકોલી સર્કલ આસપાસથી ગેરકાયદે બનેલા 20 જેટલા ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓના શેડ તોડી લારી ગલ્લાના દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. જ્યારે માંજલપુર હવેલી આસપાસથી ગેરકાયદે લારી ગલ્લા, પથારાના દબાણો હટાવ્યા હતા. આ વિસ્તારમાંથી પણ વધુ એક ટ્રક મળી કુલ ત્રણ ટ્રક માલ સામાન અને લારીઓ કબજે કરાઈ છે.

શહેરમાં ચારે બાજુએ જાહેર તથા અંતરિયાળ રોડ રસ્તે ગેરકાયદે લારી ગલ્લા, પથારા, શેડ બાંધીને વેપાર ધંધો કરનારાનો ચારે બાજુએ રાખડો ફાટ્યો છે ત્યારે ગમે ત્યાંથી તંત્ર દ્વારા આવા દબાણો હટાવતા જ ગણતરીના કલાકોમાં જે તે જગ્યાએ જ ફરી એકવાર તમામ ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો શરૂ કરી દેવાય છે.દરમિયાન શહેરના પશ્ચિમ વિસ્તારમાં ખિસકોલી સર્કલ આસપાસ ગેરકાયદે શેડ બાંધીને દબાણ કરી ફ્રુટ સહિત અન્ય ચીજ વસ્તુઓનો વેપાર ધંધો કરનારાના 20 જેટલા શેડ દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા જ્યારે બે ટ્રક ભરીને માલ સામાન કબજે કર્યો હતો. આવી જ રીતે શહેરના મકરપુરા તરસાલી માંજલપુર વિસ્તારમાં હવેલી આસપાસ ગેરકાયદે લારી ગલ્લા પથારાના દબાણો થતા દબાણ શાખાની ટીમે 6 જેટલી લારીઓ કબજે કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here