VADODARA : દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે

0
70
meetarticle

દરજીપુરા આરટીઓમાં એઆઈ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. હાલ સિવિલ વર્ક ટેન્ડરને મંજૂરી આપી છે. જે બાદ ૧૮ એઆઈ બેઝ કેમેરા સાથે નવું સોફ્ટવેર અને સર્વર લગાવવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતા હજુ બે મહિનાનો સમય લાગી શકે તેમ છે.

દરજીપુરા આરટીઓમાં એઆઈસોફ્ટવેર ઇન્સ્ટોલેશન કરાશે

વડોદરા સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકને તબક્કાવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ અપડેટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, દરજીપુરા આરટીઓ ખાતે પણ ટેસ્ટ ટ્રેક પર ૧૮ કેમેરા લગાવવામાં આવશે. જે અરજદારની દરેક મૂવમેન્ટ રેકોર્ડ કરશે. હાલ અરજદારો રિવર્સ પાર્કિંગ, અંગ્રેજીમાં આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ મળી ચાર સ્ટેજમાંથી પસાર થાય છે. નવા ટ્રેકમાં એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જવા ટ્રાફિક સિગ્નલનો પણ ઉપયોગ થઈ શકે છે. ડ્રાઇવિંગ ટેસ્ટ પ્રક્રિયાનો પાથ જનરેટ થયા બાદ અરજદારને તે ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ છે. અરજદારને ટેસ્ટ પહેલા ટેસ્ટ પ્રક્રિયા નિહાળવી ફરજિયાત રહેશે. હાલની સિસ્ટમ સર્વર ડાઉન સહિતના કારણોસર અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ એઆઈસિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે તેવો દાવો છે. મોડાસા આરટીઓમાં એઆઈ સિસ્ટમના ટ્રાયલ રનમાં ટેસ્ટ ટ્રેક પરના પોલ્સથી બપોર બાદ પડછાયો પડવાના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામમાં મુશ્કેલી જોવા મળતા ટ્રેકની પહોળાઈ ૧૩ફૂટથી વધારી ૧૫ ફૂટ કરવા નિર્ણય થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here