VADODARA : દિપેન મર્ડર કેસમાં કોર્ટમાંથી ભાગેલા સૂત્રધાર હાર્દિકને 2000ની મદદ કરનાર મિત્ર રવિ પકડાયો

0
60
meetarticle

કોર્ટમાંથી ભાગી ગયા બાદ સુરતથી પકડાયેલા દિપેન મર્ડર કેસમાં હાર્દિકને આર્થિક મદદ કરનાર તેના મિત્રની પોલીસે અટકાયત કરી હતી.

દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસમાં પકડાયેલો સૂત્રધાર હાર્દિક પ્રજાપતિ કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે તેને સુરત ખાતે બહેનને મળવા જતાં ઝડપી પાડયો હતો.

હાર્દિકે કોર્ટમાંથી ભાગ્યા બાદ બાઇક પર લિફ્ટ લઇ કાલાઘોડા ઉતર્યો હોવાની અને ત્યાંથી ફતેગંજ,નિઝામપુરા,છાણી થઇ દુમાડ પહોંચ્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યાં ફ્રુટવાળા મારફતે ફોન કરીને રવિને દુમાડ બોલાવતાં તે બાઇક પર આવી રૃ.૨હજાર આપી ગયો હોવાનું કબૂલ્યું હતું.

અકોટાના પીઆઇ ડીવી બલદાનિયાએ સાવલીમાં રહેતા રવિ માળીને ઝડપી પાડી પૂછપરછ કરતાં હાર્દિકનું જુઠ્ઠાણું પકડાયું હતું.હાર્દિક કોર્ટમાંથી ભાગીને સાવલી ગયો હતો અને ત્યાં રવિને મળી રૃ.૨હજાર લઇ ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસે રવિની પણ ધરપકડ કરી હતી.

હાર્દિક અને રવિ જેલમાં મિત્ર બન્યા હતા

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  દિપેન મર્ડર કેસમાં પકડાયેલા હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઇ હિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.જે દરમિયાન સાવલીનો રવિ માળી પણ કોર્ટમાં હાજર નહિ રહેવાના કેસમાં વોરંટ નીકળતાં પકડાયો હોવાથી ત્રણ-ચાર દિવસ જેલમાં હતો.જે દરમિયાન હાર્દિક અને રવિ વચ્ચે પરિચય થયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here