સમગ્ર રાજ્યમાં દિવાળી, નવું વર્ષ અને ભાઇબીના દિવસે ઇમરજન્સીના કોલની સંખ્યા રોજની પાંચ હજારને પાર થઇ જવાની શક્યતા છે.

છેલ્લા બે વર્ષના ટ્રેન્ડ મુજબ જોઇએ તો દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજના દિવસે ઇમરજન્સી કોલમાં વધારો થતો હોય છે. ઇમરજન્સી સેવાના અનુમાન મુજબ, સમગ્ર રાજ્યમાં આ ત્રણેય દિવસ દરમિયાન રોજના ઇમરજન્સી કોલની સંખ્યા પાંચ હજારને પાર થવાની શક્યતા છે. જેમાં માર્ગ અકસ્માતના કિસ્સાની કુલ સંખ્યા સાડા ચાર હજાર થઇ જશે. ઇમરજન્સીના સૌથી વધુ કેસ આણંદ,અરવલ્લી, બનાસકાંઠા, ભરૃચ, દાહોદ, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, સુરત અને વડોદરા જિલ્લામાં નોંધાય છે.વડોદરામાં આ સંખ્યા વધીને રોજની ૨૭૦ ને પાર થઇ જશે. તમામ જિલ્લામાં સ્ટેન્ડ બાય સપોર્ટ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે. દવાઓનો વધુ જથ્થો સંગ્રહ કરાયો છે. ખાસ કરીને એમ્બ્યુલન્સનું બ્રેક ડાઉન ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાં આવ્યું છે. ઇમરજન્સી સેવાનો રિસ્પોન્સ ટાઇમ ૧૪ મિનિટ અને ૩૦ સેકન્ડનો છે

